BREAKING NEWS

તમારા દભં અને દાવાઓની પોકળતા દુનિયા જાણી ગઈ છે: મસૂદ પેઝેશ્કિયન

  • April 23, 2026 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાને યુનાઇટેડ સ્ટેટસ સાથે સંભવિત બીજા રાઉન્ડની વાટાઘાટો અંગે એક મોટું નિવેદન બહાર પાડું છે. રાષ્ટ્ર્રપતિ મસૂદ પેઝેશ્કિયને કહ્યું હતું કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન વાતચીત અને કરારનું સ્વાગત કરે છે અને તેમ કરવાનું ચાલુ રાખશે. જો કે, પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન, નાકાબંધી અને ધમકીઓ વાસ્તવિક વાતચીતમાં મુખ્ય અવરોધો છે. દુનિયા આ અનતં દંભી વાણીકથા અને તમારા દાવાઓ અને કાર્યેા વચ્ચેનો વિરોધાભાસ જોઈ રહી છે.ઈરાન કરાર માટેના નવા પ્રસ્તાવ તો નહી જ સ્વીકારે.ઈરાની રાષ્ટ્ર્રપતિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે યારે યુએસ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની સમયમર્યાદા અનિશ્ચિત સમય માટે લંબાવી દીધી છે. અમેરિકા ઈરાન સાથે વાતચીત માટે ઉત્સુક છે, પરંતુ ઈરાન તેની શરતો પર અડગ છે. ઈરાન કહે છે કે યાં સુધી તે ઈરાની બંદરો પરનો નાકાબંધી હટાવે નહીં ત્યાં સુધી અમેરિકા સાથે કોઈ વાટાઘાટો થઈ શકશે નહીં. તેહરાને એ પણ સ્પષ્ટ્ર કયુ છે કે ધમકીઓના પડછાયા હેઠળ કોઈ વાટાઘાટો થઈ શકશે નહીં. ઈરાનનું આ નિવેદન ટ્રમ્પની તાજેતરની ધમકીઓના જવાબમાં છે કે જો ઈરાન કરાર માટેના નવા પ્રસ્તાવોને સ્વીકારશે નહીં, તો તેને અભૂતપૂર્વ પરિણામોનો સામનો કરવો પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application