વિશ્વની પ્રથમ કિડની આકારની કિડની હોસ્પિટલ– રિસર્ચ સેન્ટર રાજકોટમાં આગામી ટૂંકા ભવિષ્યમાં આકાર લેશે. બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ ની સરકાર દ્રારા જમીન ફાળવવામાં આવી છે જેમાં જમીન માપણી કરાતા હજુ વધારાની જમીન માટેની પ્રક્રિયા ચાલી રહી છે જે પૂર્ણ થતાની સાથે જ હોસ્પિટલ નું નિર્માણ કાર્ય શ થઈ જશે. હોસ્પિટલ સાથે અધ્યતન રિસર્ચ સેન્ટર બનશે કે જેમાં માત્ર ભારત જ નહીં પણ વિદેશના વિધાર્થીઓ અને તબીબો કિડની માટે અહીં રિસર્ચ કરવા માટે આવશે આ ઉપરાંત ટીન ટાવર હોસ્પિટલ બનશે જેમાં હેલ્થ એયુકેશન સાથે કીડની બીમારીથી કઈ રીતે અટકી શકાય તે માટે પ્રિવેશન સેન્ટર પણ બનાવવામાં આવશે.અમદાવાદ, દિલ્હી અને વિદેશના આર્કિટેક દ્રારા સ્માર્ટ સીટી અંતર્ગત કિડની આકાર ની ટીન ટાવર બનાવશે. આ પ્રોજેકટ ના પ્રથમ ચરણનું કામ શરૂ થઈ ચૂકયું છે.
સૌરાષ્ટ્ર્ર અને કચ્છ વિસ્તારમાં કિડનીના રોગોને લગતી સારવાર આપતી બીટી સવાણી કિડની હોસ્પિટલના સફળતાપૂર્વક ૨૧ વર્ષ પૂર્ણ થયા છે.સૌરાષ્ટ્ર્ર વિસ્તારના કિડનીના રોગોની હાલાકીને ધ્યાનમાં લઈ વર્ષ ૧૯૯૮ માં ડો. પ્રદીપભાઈ કણસાગરા, સ્વ. દેવજીભાઈ પટેલ, જયંતીભાઈ ફળદુ, રમેશભાઈ પટેલ અને ડો. વિવેક જોશી દ્રારા સૌરાષ્ટ્ર્ર કિડની રિસર્ચ ઇન્સ્િટટૂટ, રાજકોટ નામના ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી જે અંતર્ગત રાજકોટ સ્થિત બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં નામના ધરાવતી કિડની ના રોગોની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે.
મુખ્ય દાતા ભગવાનજીભાઈ સવાણી અને દેશ–વિદેશના અનેક દાતાઓના સહકારથી બનેલ આ હોસ્પિટલ ઉત્તમ કક્ષાની સારવાર નજીવા દરે આપી સેકડો દર્દીઓના આશીર્વાદ મેળવી ચૂકી છે. અધ્યતન ઓપરેશન થિયેટર, ૫૦ જેટલા ડાયાલીસીસ મશીનો, ઉત્તમ કક્ષાની લેબોરેટરી, લેઝર મશીનો, સીટી સ્કેન મશીન, યુરો ડાયનેમિક લેબોરેટરી, વગેરે તમામ સુવિધાઓથી આ હોસ્પિટલ ઉચ્ચ ગુણવત્તા યુકત સારવાર માટે નામના ધરાવે છે. આરોગ્ય સેવા માટેનો ઉચ્ચતમ માપદડં એન એ બી એચ ધરાવતી ટ્રસ્ટની આ એકમાત્ર હોસ્પિટલ છે.
હોસ્પિટલના હાલના ચેરમેન જયંતીભાઈ ફળદુ, મેનેજિંગ ટ્રસ્ટી ડો. વિવેક જોશી અને સેક્રેટરી રમેશભાઈ પટેલ તથા ટીમની રાહબરી હેઠળ આ હોસ્પિટલ માત્ર સારવારના બદલે રોગને કેમ અટકાવી શકાય તે માટે પણ કાર્યરત છે, જે અંતર્ગત ગામડામાં સ્વચ્છ પીવાના પાણીની સુવિધા ( પ્લાન્ટ ઇન્સ્ટોલેશન), એનીમિયા પ્રિવેન્શન પ્રોગ્રામ, કિડની પ્રિવેન્શન પ્રોગ્રામ જેવા કાર્યક્રમો હેઠળ સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.
દર મહિને ૩૦૦૦ જેટલા ડાયાલીસીસ
સવાણી કિડની હોસ્પિટલમાં દર મહિને ૩૦૦૦ જેટલા ડાયાલીસીસ થાય છે .બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ સૌરાષ્ટ્ર્ર અને કચ્છ વિસ્તારમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેનું એકમાત્ર કેન્દ્ર છે અને આજની તારીખ સુધીમાં ૨૨ કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરેલા છે અને નજીકના ભવિષ્યમાં વિશેષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્રારા લીવર, ફેફસા અને અન્ય ટ્રાન્સપ્લાન્ટ માટેની સુવિધાઓ વિકસાવવાનું આયોજન કરી રહેલ છે.બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ દ્રારા જુનાગઢ ખાતે હાટકેશ હોસ્પિટલમાં ૨૦૨૩ માં સેટેલાઈટ ડાયાલિસિસ સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે યાં હાલ મહિનાના ૪૦૦ જેટલા ડાયાલિસિસ કરવામાં આવે છે અને નજીકના ભવિષ્યમાં અન્ય જિલ્લાઓમાં પણ આ રીતે સેટેલાઈટ ડાયાલિસિસ સેન્ટર ચાલુ કરવાનો આયોજન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકા: વિમાન-હેલિકોપ્ટર દુર્ઘટનામાં તમામ 67 લોકોના મોત, પ્લેનના ત્રણ ટુકડા થઈને નદીમાં પડ્યું
January 30, 2025 11:54 PMપ્રયાગરાજ: આજે 1.95 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં કર્યું સ્નાન
January 30, 2025 11:53 PMસંસદમાં ગૂંજશે મહાકુંભ ભાગદોડ મુદ્દોઃ વકફ સુધારા બિલ સહિત આ 16 બિલ રજૂ થઈ શકે છે બજેટ સત્રમાં
January 30, 2025 11:52 PMસ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ ભાજપના કેટલાક ઉમેદવારોને નામ જાહેર થાય તે પહેલા જ ફોર્મ ભરવા સૂચના
January 30, 2025 11:50 PMરાજ્ય સરકારનું ઓપરેશન ગંગાજળ યથાવત: ત્રણ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશ
January 30, 2025 11:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech