દેશને રામેશ્વરમ સાથે જોડતા વર્ટિકલ લિટ સી બ્રિજનું કામ પૂર્ણતાને આરે

  • February 24, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટૂંક સમયમાં દેશના કોઈપણ ખૂણેથી રામેશ્વરમ પહોંચવું સરળ બનશે. અહીં ટ્રેન દ્રારા પહોંચવા માટે સમુદ્ર પર બનાવવામાં આવી રહેલો વર્ટિકલ સી લિટ બ્રિજ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે, ત્યારબાદ ટ્રાફિક સરળ થઈ જશે.નદીઓ પર ઘણા રેલ્વે પુલ બન્યા હોય કે જેના પર ટ્રેન ચાલે છે. કયારેય એવો બ્રિજ નહી જોયો હોય કે જેના પર ટ્રેન ચાલે છે, પરંતુ જહાજ આવતાની સાથે જ ટ્રેન બ્રિજની પહેલા અટકી જાય છે અને બ્રિજ ઊભી રીતે એટલે કે ઉપરની તરફ ખુલે છે. જહાજ પસાર થતાંની સાથે જ પુલ ફરીથી જોડાઈ જશે અને ટ્રેનોનું સંચાલન શ થઈ જશે. આ રીતે આ પુલ કોઈ ચમત્કારથી ઓછો નહીં હોય.

વર્ટિકલ ઓપનિંગ બ્રિજ
દક્ષિણ ભારતના તમિલનાડુના પંબનમાં એક વર્ટિકલ ઓપનિંગ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જે સમગ્ર દેશને રામેશ્વરમ સાથે જોડશે. માર્ચ ૨૦૧૯માં પીએમ મોદીએ કન્યાકુમારીમાં તેનો શિલાન્યાસ કર્યેા હતો. જે હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે.

જૂનો બ્રિજ ૨૦૨૨માં બધં કરાયો
જૂનો રેલ્વે બ્રિજ ૧૯૧૪માં બનાવવામાં આવ્યો હતો, જેનું જીવન તેના અતં સુધી પહોંચી ગયું હતું અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૨૩ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ ટ્રેનોનું સંચાલન બધં કરી દેવામાં આવ્યુ છે. અગાઉ મંડપમ અને રામેશ્વરમ દ્રીપ વચ્ચેના આ પુલ પરથી ટ્રેન જતી હતી. રામેશ્વરમ જતી ટ્રેનો અગાઉ તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં મંડપમ પહોંચતી હતી અને ટ્રેનો પમ્બન બ્રિજથી રામેશ્વરમ પહોંચતી હતી. આ રીતે લોકો માત્ર ૧૫ મિનિટમાં યાત્રાધામ રામેશ્વરમ સુધી પહોંચી શકશે. હાલમાં તમામ ટ્રેનો મંડપમ ખાતે સમા થાય છે અને લોકો રામેશ્વરમ પહોંચવા માટે દરિયાઈ પુલ દ્રારા મુસાફરી કરે છે.

રામેશ્વરમમાં દેશ–વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવતા હોવાથી આ પુલ પર જામ સર્જાય છે અને લોકોનો સમય વેડફાય છે. આ કારણોસર પંબન પર એક વર્ટિકલ રેલ્વે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે.

આ રહી ચમત્કાર સમાન વર્ટિકલ બ્રિજની વિશેષતાઓ
આ પુલ ૨.૦૫ કિલોમીટર લાંબો હશે. નવો બ્રિજ જૂના બ્રિજ કરતાં ત્રણ મીટર ઐંચો અને દરિયાઈ સપાટીથી ૨૨ મીટર ઐંચો હશે, જેમાં ૧૮.૩ મીટરના ૧૦૦ સ્પાન અને ૬૩ મીટરના નેવિગેશનલ સ્પાન હશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application