સાંઢીયા પુલનું કામ ખુબ ધીમી ગતિએ થતું હોય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર કાળઝાળ

  • September 25, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે જામનગર રોડ ઉપરના હયાત સાંઢિયા પુલ ખાતે નવા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલુ છે.
દરમિયાન જુનો પુલ તોડવાની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી હોય આ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર કાળજાળ થયા હતા અને કામગીરીની ઝડપ વધારવા માટે ઇજનેરોને આદેશ કર્યેા હતો, દરમિયાન આવેલા એ સ્થળ પર ઉપસ્થિત રહેલા કોન્ટ્રાકટર એજન્સીના સ્ટાફને પણ સ્ટાફ વધારવા માટે તેમજ કામની ઝડપ વધારવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્રારા તાકીદ કરવામાં આવી હતી.
આજ રોજ શહેરના જામનગર રોડ પર નિર્માણાધિન સાંઢિયા પૂલ સાઇટ ખાતે રાજકોટ મહાનગરાપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન સ્ટેન્ડિંગ કમીટી જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ, સિટી એન્જીનીયર અતુલ રાવલ તથા નાયબ કાર્યપાલક ઇજનેર એચ.એમ. કોટક સહિતના અધિકારીઓની ટીમને સાથે રાખી, કામગીરીની સમીક્ષા અર્થે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.
આ સ્થળ મુલાકાત દરમ્યાન પદાધિકારીઓ દ્રારા બ્રિજની કામગીરી વિશે વિગતો મેળવેલ હતી. બ્રિજની કુલ લંબાઇ ૬૦૨.૯૦ મીટર તથા કુલ પહોળાઇ ૧૬.૪૦ મીટર થશે. જેમા બન્ને તરફ ૭.૫૦ મીટર પહોળાઇના કેરેજ વે બનશે અને સેન્ટ્રલ મિડિયમની પહોળાઇ ૦.૫૦ મીટર રહેશે.
પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર દ્રારા કામમાં ગતિ લાવવા તેમજ ઝડપભેર આ કામગીરી આગળ વધારવા આ કામની એજન્સીના પ્રતિનિધિઓને સુચના આપવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News