૧૦ નોટિસ છતાં મવડી કોમ્પ્લેક્ષનું કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થયું

  • March 27, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વોર્ડ નં.૧૨માં મવડી મેઇન રોડ પાસે ઇન્ડોર સ્પોટર્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવી રહ્યું છે. જેની તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલે અધિકારીઓ સાથે મુલાકાત કરી ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કયુ હતું. આ પ્રોજેકટનું કામ પૂર્ણ થવાની મુદ્દત તા.૧૮ માર્ચ હતી પરંતુ હાલ સુધીમાં અંદાજે આઠથી દસ નોટિસ આપવા છતાં સમય મર્યાદામાં કામ પૂર્ણ થયું નથી.ઇન્ડોર સ્પોટર્સ કોમ્પ્લેક્ષની વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનરશ્રી આનદં પટેલે જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૨માં મવડી મેઈન રોડ પર ઇન્ડોર સ્પોટર્સ કોમ્પ્લેક્ષના નિર્માણ થવાથી રાજકોટ શહેરને રમત–ગમત માટે એક ભવ્ય અને આધુનિક સુવિધા સાથેનું સંકુલ પ્રા થશે. આ સ્પોટર્સ કોમ્પ્લેક્ષમાં ૧૧૮૩૧ ચો.મી. જગ્યામાં ૯૫૦૦.૦૦ ચો.મી. બાંધકામ કરવામાં આવી રહ્યું છે, આ ઇન્ડોર સ્પોટર્સ કોમ્પ્લેક્ષનો અંદાજિત ખર્ચ ા.૨૨.૩૩ કરોડ થનાર છે. ઇન્ડોર સ્પોટર્સ કોમ્પ્લેક્ષના ઓપન ગ્રાઉન્ડમાં પાકિગની સુવિધા, ટેનિશની રમત માટેના બે ટેનિસ કોર્ટ, બાસ્કેટ બોલની રમત માટેના એક બાસ્કેટ બોલ કોર્ટ, વોલી બોલની રમત માટેના એક વોલી બોલ કોર્ટ અને કબ્બડી માટેના ગ્રાઉન્ડની સુવિધા ઉપલબ્ધ થશે તેમજ ગ્રાઉન્ડ લોર પર કોમન એડમિનિસ્ટ્રેશન એરિયા, વેટિંગ એરિયા, ૧૨૦૦ લોકો બેસી શકવાની ક્ષમતાવાળું ઇન્ડોર સ્ટેડિયમ, પ્લે–ગ્રાઉન્ડ એરિયા (૪૪ મી.  ૩૪ મી.) જેમાં બેડમિંટન રમત માટે છ કોર્ટ અને એક મલ્ટી ગેમ કોર્ટ, સ્કવોશ રમત માટેનો હોલ (૨૬ મી.  ૮ મી.) જેમાં બે સ્કવોશ કોર્ટ, ટેબલ ટેનિસ રમત માટેનો હોલ (૨૬ મી.  ૮ મી.) જેમાં છ ટેબલ ટેનિસ, ૧૦ મી. અરચેરી રમત માટે મહીલા અને પુષ ના અલગ એક–એક હોલ (૧૮ મી.  ૮ મી.)ની સુવિધા ઉપલબ્ધ થશે.આ સ્પોટર્સ કોમ્પ્લેક્ષના પ્રથમ લોર પર જીમ માટે મહીલા અને પુષના અલગ એક–એક હોલ (૨૧ મી.  ૮ મી.), યોગા માટે મહીલા અને પુષના અલગ એક–એક હોલ (૨૦ મી.૮ મી.), શૂટિંગ રેંજ રમત માટે મહીલા અને પુષના અલગ એક–એક હોલ (૨૮ મી.  ૮ મી.), ચેસ–કેરમ જેવી રમત માટે મહીલા અને પુષના અલગ એક–એક હોલ (૧૪ મી.  ૮ મી.)ની સુવિધા પણ ઉપલબ્ધ થનાર છે, તેમ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલે જણાવ્યું હતું.આ વિઝિટ દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જીનિયર કુંતેશ મેતા, જીવાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application