કોલકાતાની આર. જી. કર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટર પર થયેલા બળાત્કારને લઈને દેશભરમાં આક્રોશ છે. લોકો દરેક જગ્યાએ વિરોધ કરી રહ્યા છે. દેશના સૌથી મોટા રેડ લાઈટ વિસ્તાર કોલકાતાના સોનાગાચી વિસ્તારની એક સેક્સ વર્કરે તેના આંગણાની માટી આપવાનો ઈન્કાર કરી દીધો છે. જેનો ઉપયોગ દુર્ગા માતાની મૂર્તિ બનાવવામાં થાય છે.
મહિલા સમન્વય સમિતિના એક અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્ય સંચાલિત આર.જી. કર હોસ્પીટલમાં જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં આ ઇનકાર કરવામાં આવ્યો હતો. પરંપરા અનુસાર રેડ લાઈટ વિસ્તારમાંથી માતા દુર્ગાની મૂર્તિ બનાવવા માટે માટી લેવામાં આવે છે.
અધિકારીના જણાવ્યા અનુસાર, સેક્સ વર્કર્સ લાંબા સમયથી આ વ્યવસાય માટે કાયદાકીય પવિત્રતાની માંગ કરી રહ્યા હતા. અધિકારીએ આ મામલે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે અમે મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના વિરોધમાં આંગણામાં માટી આપી રહ્યા નથી. તેમણે કહ્યું કે ઘણીવાર બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓને ન્યાય મળતો નથી. હવે સમય આવી ગયો છે. અમે આ મામલે વિરોધનો અવાજ ઉઠાવીએ અને તેથી અમે અમારા આંગણાની માટી નહિ આપવાનો નિર્ણય કર્યો છે.
રેડ લાઈટની માટી પવિત્ર માનવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સેક્સ વર્કરોના ઘરમાં પ્રવેશ કરે છે. ત્યારે તે તેના તમામ સારા ગુણોનો ત્યાગ કરી દે છે.
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન રાજ્યના વિવિધ રેડ-લાઇટ વિસ્તારોમાંથી સેક્સ વર્કરોએ આ અપરાધના વિરોધમાં રેલીઓ કાઢી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech