પોરબંદરમાં ડોલ ટુ ડોર કચરો લેવા આવતા વાહનોમાં અત્યાર સુધી સાયરન અને સીટી વાગતી હતી પરંતુ હવે સુરીલાગીતો સાંભળવા મળી રહ્યા છે ત્યારે નગરપાલિકાના પ્રમુખે પણ વાન જાતે ચલાવીને કચરો એકત્ર કરી શહેરીજનોને સ્વચ્છતા અભિયાનમાં સાથ આપવા અપીલ કરી હતી.
પોરબંદર નગરપાલિકા દ્વારા સ્વછતાહી સેવા અંતર્ગત સફાઈ અભિયાન ના આયોજનો ઠેર ઠેર હાથ ધરવામાં આવી રહ્યા છે આમ છતાં અમુક પોરબંદર વાસીઓ જ્યાં ત્યાં કચરો ફેંકીને ગંદકીમાં વધારો કરી રહ્યા છે વારંવાર તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે છતાં પણ સહકાર આપવામાં આવતો નથી. ત્યારે ડોલ ટુ ડોર કચરો લેવા આવતા વાનમાં સાયરન અને સીટી વાગતી હતી તેના બદલે હવે સુરીલા ગીતો સાંભળવા મળી રહ્યા છે આ વાહનોમાં નવા પ્રકારની સિસ્ટમ ફીટ કરવામાં આવી છે જેથી ગીતો સાંભળવા મળે છે. પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી એ પણ ડોર ટુ ડોર કચરો લેવાનું વાહન ચલાવ્યું હતું અને કચરો એકત્ર કર્યો હતો તેની સાથો સાથ લોકોને પણ શહેરને સ્વચ્છ રાખવામાં સહભાગી બનવા ખાસ અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું હતું એ ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ને ખરા અર્થમાં સ્વચ્છ રાખવા માટે નગરપાલિકાનું તંત્ર કટિબદ્ધ છે તેની સાથોસાથે લોકોએ પણ પૂરતા પ્રમાણમાં સાથ સહકાર આપવો જરી બન્યો છે. પોરબંદરના સફાઈ સૈનિકો નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને શેરી ગલીને અને મુખ્ય રસ્તાઓને ચોખા કરી રહ્યા છે તથા ડોર ટુ ડોર વાહન દ્વારા કચરો એકત્ર કરી રહ્યા છે ત્યારે લોકો પણ શહેરના સ્વચ્છ રાખવામાં યોગદાન આપે તેવી અપીલ થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરગંગા સાથે જળસંચય માટે જેતપુર ડાઈંગ એસો.ની બેઠક યોજા
November 23, 2024 02:52 PMરાજકોટમાં રોગચાળો બેકાબૂ: વકીલની ૬ વર્ષની બાળકીનું ઝાડ–ઊલટીથી મોત
November 23, 2024 02:35 PMમનપાના મહિલા સિનિયર કલાર્ક સાથે રૂા.૫.૨૦ લાખની છેતરપિંડી
November 23, 2024 02:33 PMલફરાબાજ: બીજી યુવતીને ઘરે લાવી પ્રેમિકાને કાઢી મુકી, હવે પરત આવી જવા ધમકી આપી
November 23, 2024 02:32 PMરાજકોટમાં કરોડોની ક્રાઈમ બ્રાંચમાં સીસીટીવી કેમેરા જ નથી !
November 23, 2024 02:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech