સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો ક્યારે વાયરલ થશે તે અંગે કંઈ કહી શકાય નહીં. સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ વીડિયો અપલોડ થાય છે પરંતુ લોકોનું ધ્યાન ખેંચે તેવા વીડિયો જ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે અને વાયરલ થ્ય્રલા ફની વીડિયો જોયા બાદ લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપે છે. સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ વીડિયો જોયા જ હશે. કેટલાક વીડિયોમાં જુગાડ કરતા લોકોને જોયા પણ હશે અને કેટલાક વીડિયોમાં અદભૂત પ્રતિભા જોઈ હશે. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં આપણે પત્નીનું જુગાડુ મન જોઈ શકાય છે.
હમણાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળે છે કે પત્નીએ તેના પતિને ડિજિટલ પેમેન્ટ એપ દ્વારા 143 રૂપિયા મોકલ્યા છે. આટલા પૈસા મોકલ્યા પછી મહિલાએ તેના પતિને કહ્યું કે જો મેં 143 એટલે કે આઈ લવ યુ લખ્યુ તો તમે પણ મને 1432 એટલે કે આઈ લવ યુ ટૂ મોકલો. 143 આઈ લવ યુનો કોડ છે. હવે જો પતિ આ કોડનો ઉપયોગ કરીને સમાન પેમેન્ટ એપ્લિકેશન દ્વારા તેની પત્નીને I Love You Too મોકલે છે, તો તેના ખાતામાંથી 1,432 રૂપિયા ઉપાડી લેવામાં આવશે. આ રીતે મહિલાએ પોતાના પતિને છેતરવા માટે આ રીત અપનાવી હતી. તેનો પતિ યુક્તિ સમજી ગયો અને પૈસા મોકલ્યા નહીં. વીડિયોમાં તે કહે છે ' હું આઈ લવ યુ ટૂ કહી શકીશ નહીં, કેમકે તે ખૂબ મોંઘું છે.'
આ વીડિયોને @ad_ibaaa નામના એકાઉન્ટ દ્વારા માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, 'બિઝનેસ કરવાની રીત થોડી કેઝ્યુઅલ છે.' અત્યાર સુધી આ વીડિયોને 65 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- 143.2 મોકલો ભાઈ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech