રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું, આવેદનપત્ર પાઠવી રૂપાલાની ટીકીટ રદ કરવા માંગ : મને દુઃખદ આશ્ચર્ય થયું કે આનાથી આ શું નીકળ્યું, અને કેવું નીકળ્યું -પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા
રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ સમગ્ર ક્ષત્રિય સમાજની ગરિમા પર ઘા સમાન કરેલા ઉચ્ચારના પગલે ઉઠેલો વિરોધ વંટોળ હવે ભાવનગર પહોંચ્યો છે. ભાવનગર ખાતે ક્ષત્રિય સમાજના યોજાયેલા સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ
કહ્યું હતું કે, દુનિયા આખાની વસ્તી ભેગી કરવામાં આવે એટલા આપણા સમાજના પાળિયા છે. રોટી અને બેટી, મને દુઃખદ આશ્વર્ય થયું કે આનાથી (રૂપાલા) આવું કેમ નીકળ્યું?, અને કેવું નીકળ્યું.
રૂપાલાએ જે ટિપ્પણી કરી તે આપણા હૃદય સોંસરવી ઉતરી ગઈ છે, એટલે આજે આપણે ભેગા થયા છીએ અને હું આવ્યો છું.
સમાજ આજે જે આંદોલન ના માર્ગે છે, ત્યારે નિમવામાં આવેલી સંકલન સમિતિ આખી પરિસ્થિતિનું આંકલન કરી જે નિર્ણય કરે તે આપણે સૌને માન્ય રહેશે, આપડો સમાજ સૌને સાથે રાખી ચાલે છે. અઢારે વરણને સાથે રાખી કામ કર્યું છે.તેમ ભાવનગર રાજપૂત સમાજના યોજાયેલા મહાસંમેલનમાં પૂર્વ સાંસદ, પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ક્ષત્રિય સમાજના અગ્રણી રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું.
રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારાકરવામાં આવેલી ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી મામલેભાવનગર રાજપૂત સમાજ દ્વારા વિશાળ રેલી યોજી આવેદનપત્ર પાઠવી સમાજની ગરિમા પર ઘા સમાનનિવેદન આપનાર પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવાયું હતું.
રાજ્યસભાના સાંસદ અને રાજકોટ બેઠક પરના લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાય એવી કરાયેલી ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજમાં ભારે રોષે ભરાયો છે. અને સમગ્ર રાજ્યમાં હાલ રૂપાલા વિરૂધ્ધ ઉભો થયેલો વિરોધવંટોળ ભાવનગર પહોંચ્યો છે.જેના ભાગરૂપે શહેરના નવાપરા ખાતે થી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી.
ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની ગરિમા ભંગ થાય તેવા ભાષણનો ઠેરઠેર ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે, ત્યારે ભાવનગરમાં પણ રાજપૂત સમાજે એક થઇને નિર્ણય કર્યો હતો કે જો રાજકોટના ભાજપના ઉમેદવારપદેથી પરશોત્તમ રૂપાલા ઉમેદવારી પાછી નહીં ખેંચે તો માત્ર રાજકોટ જ નહીં પણ સમગ્ર રાજ્યમાં ભાજપને ભોગવવું પડશે.
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલી ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજના આગેવાનો અને કાર્યકરો તેમજ સમાજ એકત્ર થઈ રેલી સ્વરૂપે કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવી સત્વરે રૂપાલાની ટીકીટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી
આ અંગે ક્ષત્રિય સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજની ૯૦ થી પણ વધુ સંસ્થાઓની એક બેઠક મળી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરવામાં આવે તો રાજ્યની તમામ ૨૬ બેઠકો પર ક્ષત્રિય સમાજ ભાજપ વિરૂદ્ધમાં મતદાન કરશે અથવા તો મતદાનથી અળગા રહેશે. અમારા સમાજને કોઇ રાજકીય પક્ષ સામે વાંધો નથી પણ આવી અભદ્ર ટિપ્પણી કરી હોય જેના લીધે સમાજે વિરોધનો માર્ગ અપનાવ્યો છે.
ભાવનગર ખાતેના મહાસંમેલનમાં ઉપસ્થિત રાજપૂત સમાજની મહિલાઓમાં ભારોભાર આક્રોશ છવાયેલો જોવા મળ્યો હતો.
ભાવનગર ખાતે રૂપાલાના વિરુદ્ધ માં મળેલ ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં મહિલાઓનો આક્રોશ ચરમસીમા પહોંચ્યો હતો.
રૂપાલાની ટીકીટ રદ કરવામાં નહીં આવેતો મહિલાઓ દ્વારા રાજકોટ સ્થિત પરષોત્તમ રૂપાલાના નિવાસસ્થાન સામેજ જાહેરમાં અગ્નિ સ્નાન કરાશે તેમ જાહેર કરાયું હતું.
જામનગરના મહિલા અસ્મિતાબા પરમાર એ કહ્યું હતું કે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ નહીં કરવામાં આવી તો હું જાહેર માં અગ્નિ સ્નાન કરીશ.
ભાવનગર ખાતે ક્ષત્રિય સમાજનું ગરાસીયા ખાતે વિશાળ સંમેલન
પુરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં
ભાવનગર ખાતે યોજાયેલા આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, ભાવનગર ભાજપના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહિતના વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજપૂત સમાજની માંગણી મુજબ પુરુષોત્તમ રૂપાલા ને રાજકોટ બેઠક પરથી હટાવવામાં આવે, માત્ર માફી માગવાથી નહીં ચાલે,
રૂપાલા ને રાજકોટ બેઠક પરથી હટાવવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાત, રાજસ્થાન એમપી સહિતના રાજ્યોમાં રાજપૂત સમાજ મતદાનથી અલગ રહેશે અથવા વિરોધમાં મતદાન કરવાની ચિમકી ઉચ્ચાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech