માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને ક્ષ્મણીજીના લગ્નના દરરોજ સાંજે ગીત ગાવામાં આવી રહ્યા છે.
પોરબંદરના માધવપુરમાં શ્રી માધવરાયજી મંદિર ખાતે ૨૫ દિવસ સુધી ભગવાનના લગ્ન ઉત્સવને લઈને લગ્ન ગીત ગવાય છે. દરરોજ સાંજે બહેનો ભગવાન માધવરાયજીના લગ્ન ગીતમાં અનેરા ઉત્સાહ સાથે જોડાય છે.
ભારત વર્ષના પશ્ર્ચિમે ભગવાન દ્વારકાધીશ અને ભારતના ઉત્તર પૂર્વના માતા ક્ષ્મણીના વિવાહ સ્થળ તરીકે બે સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધવપુર સદીઓથી આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર રહ્યું છે તે પણ લાખો ભાવિકો માટે ગૌરવ ગાથા સમાન છે. સદીઓથી અહીં ભગવાન માધવરાયજીના વિવાહનો ઉત્સવ અનેરા આનંદ સાથે ઉજવવામાં આવે છે, પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ માધવરાયજીના મંદિરમાં વિવાહનો પ્રસંગ નજીક આવી રહ્યો છે ત્યારે લગ્નગીતો ગુંજી ઉઠ્યા છે. સદીઓથી અહીં રામનવમી પર્વોમાં ભગવાન માધવરાયજીના લગ્નને લઈને અનેરા ઉત્સાહ સાથે ૨૫ દિવસ સુધી બહેનો દ્વારા લગ્ન ગીતો ગાવામાં આવે છે.ત્યારે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ માધવપુરના લોકમેળાને લઈને છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે, માધવપુરવાસીઓમાં મેળાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માધવપુર ખાતે સમુદ્રના કિનારે બિરાજમાન શ્રી માધવરાયજી મંદિર ખાતે લગ્નની તૈયારીને લઈને દરરોજ લગ્ન ગીતો ગુંજે છે. આગામી તા. ૬ એપ્રિલના આ લોકમેળાનો શુભારંભ થશે. ત્યારે માધવરાયજી મંદિર ખાતે માધવપુરના બહેનો દ્વારા ભગવાન માધવરાયજીના વિવાહ ઉત્સવને લઈને લગ્ન ગીત દરરોજ સાંજના સમયે ગાવામાં આવે છે. બહેનોના જણાવ્યા મુજબ માધવરાયજીના લગ્ન ઉત્સવ દરમિયાન ૨૫ દિવસ સુધી આ લગ્ન ગીતનું આયોજન થતું હોય છે. દરરોજ સાંજે મોટી સંખ્યામાં બહેનો આવી પહોંચે છે, અને અનેરા આનંદ સાથે ભગવાન માધવરાયજીના લગ્નને લઈને લગ્ન ગીતોમાં સહભાગી બને છે. આમ ભગવાન શ્રીકૃષ્ણ અને ક્ષ્મણીજીના વિવાહના પ્રસંગને લઈને અનેરા આનંદ સાથે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા માધવપુરના મેળામાં ઉત્તર પૂર્વ અને ગુજરાતના કલાકારોની સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ, ઉત્તર પૂર્વ અને ગુજરાતના હસ્તકલાના કારીગરોને તેમની કલાગીરીની પ્રસ્તુતિનું પ્લેટફોર્મ, રેતી શિલ્પ અને પરંપરાગત ભાતીગળ મેળાના આકર્ષણો સહિતના આયોજનને લીધે આ મેળો ખરા અર્થમાં લોકમેળો બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech