વિશ્ર્વના બીજા સૌથી ધનવાન વ્યકિત જેફ બેઝોસના લગ્નમાં ૫૦૦૦ કરોડનો ખર્ચ થશે

  • December 23, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિગ્ગજ ઈ–કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક અને વિશ્વના બીજા સૌથી અમીર વ્યકિત જેફ બેઝોસ ફરીથી લગ્ન  કરવા જઈ રહ્યા છે. આ મહિને ૨૮ ડિસેમ્બરે અબજોપતિ બેઝોસ તેની મંગેતર લોરેન સાંચેઝ સાથે લગ્ન કરશે. એક રિપોર્ટ અનુસાર આ માં લગભગ ૬૦૦ મિલિયન ડોલર એટલે લગભગ ૫૦૯૭ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે.
જેફ બેઝોસની કુલ સંપત્તિ જે બ્લૂમબર્ગ રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેકસ અનુસાર બીજા નંબર પર છે. ૨૪ કલાકમાં તેમની સંપત્તિમાં ૧.૩૯ બિલિયન ડોલરનો જંગી વધારો થયો છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ પણ ૨૦૨૪માં સૌથી વધુ કમાણી કરનારા અબજોપતિઓમાં સામેલ છે અને તેમની કુલ સંપત્તિમાં ૬૬.૮ બિલિયન ડોલરનો વધારો થયો છે.
૬૦ વર્ષના અબજોપતિ જેફ બેઝોસ તેની મંગેતર લોરેન સાંચેઝ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેએ ગયા વર્ષે ૨૦૨૩માં સગાઈ કરી હતી. આ લગ્ન  કોલોરાડોના એસ્પેનમાં ૨૮ ડિસેમ્બરે થશે. અહેવાલ મુજબ, આ લકઝરી વેડિંગ માટે કેવિન કોસ્ટનરના રેંચને સ્થળ બનાવવામાં આવ્યું છે, આ સિવાય એક મોંઘી સુશી રેસ્ટોરન્ટ બે દિવસ માટે બુક કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આ લ પર ૬૦૦ મિલિયન ડોલરનો ખર્ચ થવાનો છે.
જેફ બેઝોસની ભાવિ પત્ની લોરેન સાંચેઝ એમી એવોર્ડ વિજેતા પત્રકાર અને હેલિકોપ્ટર પાઈલટ લોરેન સાંચેઝ છે. ૫૫ વર્ષની લોરેન સોશિયલ મીડિયા પર પણ ઘણી એકિટવ છે અને તે દરરોજ તેના મંગેતર જેફ બેઝોસ સાથે તસવીરો શેર કરે છે. ગયા વર્ષે, યારે તેઓ સમુદ્રમાં યાટ પર વીકએન્ડની મજા માણી રહ્યા હતા ત્યારે તેમની સગાઈની જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકા સ્થિત લોરેન સાંચેઝની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેને ૩ લાખથી વધુ લોકો ફોલો કરે છે. તેના ફોટા પર હજારો લાઈકસ આવે છે. તેણે ઘણી મીડિયા સંસ્થાઓ માટે રિપોટિગ અને એન્કર તરીકે કામ કયુ છે.
જો જેફ બેઝોસ અને લોરેન સાંચેઝના લગ્ન સંબંધિત અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો વિશ્વની હસ્તીઓ આ હાઈપ્રોફાઈલ લમાં હાજરી આપી શકે છે. આ યાદીમાં વિશ્વના ટોચના અમીરોમાં સામેલ બિલ ગેટસ, હોલીવુડ અભિનેતા અને ફિલ્મ નિર્માતા લિયોનાર્ડેા ડી કેપ્રિયો અને જોર્ડનની રાણી રાનિયાનું નામ આ યાદીમાં સામેલ થઈ શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application