જામનગર અને મુંગણીના બે શખ્સોની 'પાસા' હેઠળ અટકાયત
જામનગર માં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને નામચીન દારૂના ધંધાર્થીઓ તેમજ અન્ય માથાભારે શખ્સો સામે કડક પગલાં લેવાના ભાગરૂપે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દારૂના બે ધંધાર્થીઓની પાસા હેઠળ અટકાયત કર્યા પછી ગઈકાલે રાત્રે જામનગર અને મુંગણીના બે માથાભારે શખ્સો ની પણ પાસા હેઠળ અટકાયત કરી લઈ જેલહવાલે કરી દીધા છે.
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં બ્લોક નંબર એમ -૮ રૂમ નંબર ૨૬૦૦ માં રહેતા હર્ષ ઉર્ફે ટકો પરેશભાઈ મહેતા નામના શખ્સ સામે તાજેતરમાં મારામારી સહિત ના અનેક ગુન્હાઓ નોંધાયા છે, જે માથાભારે શખ્સ સામે પાસા ની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસવડા મારફતે જિલ્લા કલેક્ટર સમક્ષ મોકલવામાં આવી હતી, જેને મંજૂરીને મહોર લાગી જતાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ના આદેશથી એલસીબીની ટુકડીએ હર્ષ ઉર્ફે ટકો પરેશભાઈ મહેતાની પાસા હેઠળ અટકાયત કરી લીધી છે, અને સુરતની લાજપોર જેલમાં મોકલી આપ્યો છે.
આ ઉપરાંત જામનગર તાલુકા ના મૂંગણી ગામમાં રહેતા સુરેન્દ્રસિંહ ઉર્ફે ઇલુ ભીખુભા કંચવા સામે પણ તાજેતરમાં મારામારી સંબંધે બે ગુના નોંધવામાં આવ્યા છે. જે માથાભારે શખ્સ સામેં પણ પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરાઈ હતી. જેને મંજૂરી મળી હોવાથી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ની ટુકડીએ સુરેન્દ્રસિંહ કંચવા ની અટકાયત કરી લીધી છે, અને વડોદરા ની મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech