ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દેશના ટોચના 100 અમીરોમાંથી 80 ટકાની સંપત્તિમાં વધારો થયો છે. ભારતના 100 સૌથી ધનિક લોકોની સંપત્તિ એક ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે. ફોર્બ્સ દ્વારા ગઈકાલે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ફોર્બ્સની ભારતના ટોચના 100 અબજપતિઓની યાદી અનુસાર, દેશના ટોચના ઉદ્યોગપતિઓની સંપત્તિ આ વર્ષે વધીને 1.1 ટ્રિલિયન ડોલર એટલે કે 92 લાખ કરોડ રૂપિયા થઇ ગઈ છે. વર્ષ 2019ના આંકડા કરતા આ રકમ બમણાથી પણ વધુ છે. છેલ્લા 12 મહિનામાં તેમની સંપતિમાં 316 અરબ ડોલર એટલે કે 26.53 લાખ કરોડ રૂપિયા વધી છે. એટલે કે એક વર્ષમાં 40 ટકાનો વધારો થયો છે.
અરબપતિઓની યાદીમાં 119.5 અરબ ડોલર એટલે કે 10.03 લાખ કરોડ રૂપિયા સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણી ટોપ પર છે. જયારે ગૌતમ અદાણી આ યાદીમાં બીજા નંબર પર છે.
અહેવાલમાં જણાવાયું છે કે અદાણી પરિવારની કુલ સંપત્તિ 116 અબજ ડોલર છે એટલે કે 9.74 લાખ કરોડ રૂપિયા છે.
આ વર્ષે અદાણી 48 અરબ ડોલર એટલે કે લગભગ 1 લાખ કરોડ રૂપિયા કમાયા છે અને તેમની નેટવર્થ 71 ટકા વધી છે.
જયારે મુકેશ અંબાણીની સંપતિ આ વર્ષે 27.5 અરબ ડોલર એટલે કે 2.30 લાખ ક્રોસ રૂપિયા વધી છે. તેમની નેટવર્થમાં 30 તકની વધારો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech