બંધ ગેમઝોન ફરી શરૂ કરવાનો રસ્તો ખુલ્યો: નવા રેગ્યુલેશન જાહેર

  • September 06, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોન અિકાંડ બાદ રાયમાં બધં પડેલ ગેમિંગઝોન એકિટવિટી શ થાય તેવા સંકેત મળી રહ્યા છે ગેમિંગ એકિટવિટી માટે નવેસરથી પરવાનગી લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે સી જીડીસીઆર ૨૦૧૭ના નવા રેગ્યુલેશન જાહેર કર્યા છે આ નવા નિયંત્રણો જાહેર થતાની સાથે અમલી બન્યા છે અને ગુજરાતમાં ફરી ગેમિંગ એકિટવિટી શ કરવા પરવાનગી લેવાની રહેશે અને પરવાનગી વગર જો કોઈ આવી પ્રવૃત્તિ કરશે તો દડં વસૂલાતથી લઈને બધં કરવા સુધીની કાર્યવાહી તમામ સ્થાનિક સ્વરાયની શહેરી સંસ્થાઓ કરી શકશે શહેરી વિકાસ વિભાગના ખાસ ફરજ પરના અધિકારી પ્રકાશ દત્તા ની સહીથી પ્રસિદ્ધ થયેલ આ આદેશ મુજબ બીયુ ધરાવતા ગેમઝોન ચાલુ કરતા પહેલા તેની રિવાઇઝ પરવાનગી મેળવવાની રહેશે.
ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્રારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર ગેમિંગ એકિટવિટી એરીયા ઉપરાંત એનર્જી ઇફેકિટવ બિલ્ડીંગ રેગ્યુલેશનમાં એફએસઆઇ ફોર ગ્રીન બિલ્ડીંગ હેઠળ મહત્વનો સુધારો કરાયો છે રાયમાં ગ્રીન બિલ્ડીંગને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશો સાથે સીએ જીડીસીઆરમાં વર્તમાનમાં રહેલી એકમાત્ર રેટીંગ એજન્સી ઉપરાંત વધારાની બે રેટિંગ એજન્સીનો ઉમેરો કરવામાં આવ્યો છે હવે, જીઆરઆઈએચએ, આઈજીબીસી અને એઈઈડીની પરવાનગી લેવાની રહેશે. હાય એજન્સીના રેટિંગના આધારે વપરાયેલી ચાર્જેબલ એફએસઆઇની ૭%થી ૧૨% સુધીનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ક્ષેત્રે જો કોઈ ડેવલપર ગ્રીન બિલ્ડિંગ ની જોગવાઈઓનું પાલન નહીં કરે તો ઇન્સેટિવ એફએસઆઇ ની રકમ બમણા દરે દડં વસૂલવાની નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે
ગુજરાત રાયના શહેરી વિકાસ વિભાગ દ્રારા કેટલાક વિસ્તારોમાં ગેમિંગ એકિટવિટી પર પ્રતિબધં મૂકવામાં આવ્યો છે જેમાં શહેરોના કોટ વિસ્તાર ગામતળ ઉદવાડા નગરપાલિકા સમિત હેરિટેજ એરીયા સ્પેશિયલ અને જોખમી ઔધોગિક વિસ્તારો તેમજ ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ એરિયામાં કોઈ પણ પ્રકારની ગેમિંગ એકિટવિટી પર પ્રતિબધં મૂકવામાં આવ્યો છે નવા દાખલ કરાયેલા નિયંત્રણો અને નિયમોને આધીન રેસિડેન્સીયલ ઝોન ત્રણ અને એગ્રીકલ્ચર ઝોનમાં સ્વતત્રં ગેમિંગ એકિટવિટી એરિયા અને મંજૂરી મળી શકે છે.
ગુજરાત સરકારને મળેલા ખાસ અધિકારોને આધીન ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એકટ ૧૯૭૬ ની કલમ ૧૨૨ હેઠળ આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરીને તાત્કાલિક અસરથી અમલ કરવાનો આદેશ કર્યેા છે હવે નવા નિયમો હેઠળ હયાત મંજૂર બાંધકામ નહીં ચાલે પ્લાન રિવાઇઝ કરાવવો પડશે, પરવાનગી વગર કોઈપણ ગેમિંગ ઝોન કાર્યરત થશે તો દડં વસૂલીને કલોઝર સુધીની કાર્યવાહી થશે કોટ વિસ્તાર ગામ તળ વિસ્તાર હેરીટેજ એરિયામાં કોઈ પણ પ્રકારની ગેમિંગ એકિટવિટી કરી શકાશે નહીં રેસીડેન્સિયલ ઝોન ૩ એગ્રીકલ્ચર ઝોન ના નિયમોને આધીન સ્વતત્રં ગેમિંગ મંજૂરી મળશે ટૂંકમાં ટીઆરપી ગેમઝોન કાંડ બાદ બધં થયેલા ગેમ ઝોન પુન શ કરવા માટેના રસ્તા ખુલ્યા છે


નવા રેગ્યુલેશન હેઠળની નવી જોગવાઈ
– યા ૧૮ મીટરનો રોડ હોય ત્યાં જ ગેમિંગ એકિટવિટીને મંજૂરી મળશે
– એક કરતા વધુ ગેમિંગ ઝોન હોય ત્યાં મોટા રસ્તાની એન્ટ્રી ફરજિયાત
– ૬ મીટર કે તેથી વધુ પહોળી સ્વતત્રં એન્ટ્રી અને એકિઝટ જરી રહેશે.
– બિલ્ડીંગના કુલ ક્ષેત્રફળના લધુત્તમ ૩૦ ટકા ગ્રાઉન્ડ કવરેજ અનિવાર્ય
– રસ્તાથી ૧૨ મીટર માજીર્ન અને બીજી તરફ લધુત્તમ ૯ મીટર માજીર્ન
– જમીનથી ૧૫ મીટરથી વધુ ઉંચાઈ હોય તે સ્ટ્રકચરને મંજૂરી નહી મળે માજીર્નમાં પાકિગ નહી રાખાય, પાકિગ માત્ર એક જ બેઝમેન્ટને મંજૂરી પાકિગ અને બિલ્ડઅપ લાઈન વચ્ચે ૬ મીટરનું અંતર ફરજિયાત રહેશે.
– આર–૩ એને એગ્રીકલ્ચર ઝોનમાં મહત્તમ એફએસઆઈમાં ઉંચાઈ ૧૫ મીટર સુધી.
– પ્રતિ ૫૦ મીટર વિસ્તારમાં ત્રણ મીટરના ઈમરજન્સી એકિટઝ રાખવા.
– બિલ્ડીંગના તમામ સાઈડમાં એક ઈમરજન્સી એકિઝટ એ ફરજિયાત છે.
– અપર લોર લધુત્તમ ૧૮ ચો.મી. આગથી સુરક્ષિત બે સીડી સાથે જરી.
– વિકાસ પરમીટ વખતે એસઈઓઆરની સ્ટ્રકચર સ્ટેબિલિટીની મંજુરી ફરજીયાત
–  મુખ્ય બિલ્ડીંગમાં રાંધવાની મંજૂરી નહી, પીએનજી, એલપીજી, સીએનજી પ્રતિબંધિત


કેવી મંજૂરી આપશે?
શોપિંગ સેન્ટર, મલ્ટીપેકસ સિનેમા, હોટેલ્સ, રિસોર્ટ કે પછી ગેમિંગ એકિટવિટી માટે કોઇપણ સ્વતત્રં વિસ્તારને નાવા રેગ્યુલેશનની હેઠળ આવરી લેવાયા છે. યાં શહેરી વિકાસ સત્તામંડળો, મ્યુનિ. કોર્પેારોશન, નગરપાલિકા દ્રારા રજિસ્ટ્રેશન, લાયસન્સ, પરમિટ, મંજૂરી, અધિકૃતતા અને નિરીક્ષણ સંબંધિત તમામ કાર્યવાહી કરાશે


ગેમિંગ એકટિવિટી એરિયાના માપદંડ
એકિટવિટી    લઘુત્તમ     બિલ્ડીંગ    એરિયા
માત્ર   ઈનડોર  ૨૦૦૦      ચોરસ મીટર
માત્ર    આઉટડોર  ૪૦૦૦  ચો.મીટર
ઈનડોર– આઉટડોર   બંને ૪૫૦૦  ચો.મી.
 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application