રાજકોટ કલેકટર કચેરીમાં પાકિગ કરવામાં આવતા વાહનોમાંથી અહીં ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ સિકયોરીટી ફોર્સનો જવાન પેટ્રોલ કાઢતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો.જેનો વીડિયો પણ સામે આવ્યો હતો.જેથી વાત અધિક કલેકટર સુધી પહોંચી હતી.બાદમાં આ જવાનનો અધિકારીએ બરોબરનો કલાસ લીધો હતો.ચોકીદાર જ ચોર નિકળ્યાની આ ઘટનાને ભારે ચકચાર મચાવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ કલેકટર કચેરીમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ સિકયુરિટી ફોર્સના જવાનોની ત્રણ શીફટમાં રાઉન્ડ ધ કલોક ડુટી ફાળવવામાં આવી છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી પાકિગમાં રાખવામાં આવતા વાહનોમાંથી પેટ્રોલ ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી.
પેટ્રોલ ચોરીની આ ફરિયાદને લઇ ખાનગી રીતે વોચ રાખવામાં આવી હતી. દરમિયાન અહીં ફરજ બજાવતા હિસાબી શાખાના કારકૂનના બાઈકમાંથી પેટ્રોલ કાઢી રહેલો ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ સિકયુરિટી ફોર્સનો જવાન રંગે હાથ ઝડપાયો હતો. જેનો વીડિયો ઉતારીને કલેકટરને મોકલવામાં આવ્યો હતો. કેમેરા ન હોય તેવા સ્થળે પાર્ક કરેલા વાહનોમાંથી આ શખસ પેટ્રોલ કાઢતો હતો. આ મામલો અધિક કલેકટર સુધી પહોંચતા અધિક કલેકટરે જવાનનો બરોબરનો કલાસ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech