ઇન્સ્ટન્ટ લોન ઇચ્છુકો કે જરૂરીયાતમંદોને મોબાઇલમાં એપ મારફતે ઓનલાઇન લોન અપાવી દેવાના બહાને નાણા ટ્રાન્સફર કરીને છેતરપીંડી આચરતા માસ્ટર માઇન્ડ ચીટર સામે રાજકોટ શહેરમાં તાજેતરમાં જ અડધો ડઝન જેટલા ગુના નોંધાયા છે. આ અઠગં ખેલાડી માંડ માંડ થોરાળા પોલીસના હાથમાં આવ્યો પરંતુ હાથમાં આવેલ કોળિયો છૂટી ગયાની માફક આ ચીટરને થોરાળા પોલીસ સાચવી ન શકતા પોબારા ભણી ગયો હોવાની વાતે ભારે ચકચાર જગાવી છે. જોકે, સત્તાવાર રીતે તો પોલીસ એવો બચાવ કરી રહી છે કે, ભાગ્યો નથી નોટીસ આપીને જવા દેવાયો છે.
જામનગર રોડ પર રહેતો મહાવિરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી નામનો શખસ બેન્કોમાં ફાઇનાન્સ કંપનીઓમાં લોન અપાવી દેવાનું કામ કરતો હોવાનું એજન્ટ હોવાની ઓળખ આપી લોન ઇચ્છુક વ્યકિતઓને જાળમાં ફસાવતો હતો. વિશ્ર્વાસમાં આવી જતાં નાણાકીય જરૂરીયાતમંદોને તેના મોબાઇલમાં એપ ડાઉનલોડ કરાવતો અને ઓનલાઇન જ ૫૦,૦૦૦ કે લાખ જેવી એમાઉન્ટની લોન ઇન્સ્ટન્ટ મંજૂર કરાવીને એ વ્યકિતના એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ કરાવી દઇ વિશ્ર્વાસ કેળવી લેતો હતો. ત્યારબાદ આ શખસ એ વ્યકિતના મોબાઇલ મેસેજ મારફતે ઓટીપી મેળવી લઇ કળા કરીને મોબાઇલ મારફતે ઓનલાઇન રકમ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેતો હતો. છેતરાયેલા લોન ધારકને બે–ચાર દિવસ સાચા ખોટા બહાના બતાવી ગલ્લ ા તલ્લ ા કરતો અને ત્યારબાદ હાથ ઉંચા કરી દેતો હતો.
અગાઉ પણ આ શખસ આ રીતે ચીટીંગમાં પોલીસના હાથે પકડાયો હતોને પાંજરે પુરાયો હતો. મુકત થયા બાદ થોડા વખત બાદ ફરી એ જ કારનામા શરૂ કર્યા હતાં. થોરાળા પોલીસ મથકમાં આવા એક ગુનામાં આરોપી વોન્ટેડ હતો, કહેવાય છે કે તાજેતરમાં જ આ શખસને ગંજીવાડા ચોક નજીક પીએસઆઇ એ.પી.રતન અને સ્ટાફે સકંજામાં લીધો હતો. આરોપી સકંજામાં આવ્યા બાદ કે બેએક દિવસની અંદર આરોપી સામે વધુ ૪ આવા ગુના નોંધાયા હતાં. આરોપીએ પુછતાછમાં આપેલી કેફીયતના આધારે ગુના નોંધાયા હતાં કે પછી આરોપી સકંજામાં આવ્યા બાદ પોલીસે ડીટેકશન મોટું બતાવવા માટે ગુના નોંધ્યા હતાં એ તો પોલીસ જ જાણતી હશે. થોરાળા પોલીસ આરોપીની ધરપકડ કરે અથવા તો અન્ય પોલીસ થોરાળા પોલીસ પાસેથી આરોપીનો કબજો મેળવે એ પૂર્વે જ અઠગં ખેલાડી મહાવીરસિંહ પોલીસના પહેરામાંથી ગઇકાલે પોબારા ભણી ગયો હોવાની ચર્ચા છે
શું આરોપી ઉપર આંધળો ભરોસો છે કે તે નોટિસ પિરિયડ દરમિયાન સામેથી આવશે ?
હાથમાં આવેલો કોળિયો સરકી ગયા બાબતે હવે પોલીસ એવી બચાવ મુદ્રામાં આવી છે કે, આરોપી સામે સાત વર્ષથી ઓછી સજાની જોગવાઇવાળો ગુનો હતો માટે તેને નોટીસ આપીને જવા દેવાયો છે. પોલીસની આ હકીકત કદાચ સામાન્ય જનને પણ ગળે ન ઉતરે તો શું ઉચ્ચ અધિકારીઓને આ વાત ગળે ઉતરી જશે ? કે પછી કાયદાકીય રીતે વાત સાચી હોવાનું કહી આરોપી ભાગી ગયો હોવાની વાત અને ઢાંકોઢુંબો કરી બેજવાબદારોને કલીનચીટ આપી દેવાશે ? આરોપી પકડાયો એ બાબતે અન્ય પોલીસ મથકોને જાણ કરાઇ હતી કે કેમ ? અગાઉ પણ આવા ઘણાખરા આરોપીઓ સકંજામાં આવ્યા છે તો તેઓને નોટીસ આપીને જ જવા દેવાયા હતાં ? માસ્ટર માઇન્ડ મનાતો આ શખસ પર પોલીસને શત્પં અતિ આંધળો વિશ્ર્વાસ હતો એટલે નોટીસ આપીને જવા દેવાયો ? નોટીસની મહેતલ પિરિયડ દરમિયાન આરોપી પાછો સામેથી હાજર થશે કે કેમ ? તે તો પોલીસ જાણતી હશે પરંતુ અત્યારે થોરાળા પોલીસ આ બનાવમાં ચર્ચાના એરણે ચડી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડ: રાજ્યસભામાં ગુંજ્યો મુદ્દો, શક્તિસિંહનો ગંભીર આરોપ
December 03, 2024 08:07 PMહિન્દુ સેનાએ ASIને જામા મસ્જિદનો સરવે કરવા પત્ર લખ્યો, સીડીઓમાં મૂર્તિઓના અવશેષ હોવાનો દાવો કર્યો
December 03, 2024 05:58 PMશું છે મારબર્ગ વાયરસ? જાણો તેના લક્ષણો,ભારતમાં કેટલો ખતરનાક?
December 03, 2024 05:41 PMઅત્યાર સુધી સાંભળ્યું છે કે કાયદાની નજરમાં બધા સમાન છે, પરંતુ હકીકત કયક અલગ છેઃ પીએમ મોદી
December 03, 2024 05:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech