રણમલ તળાવના ટ્રેક ઉપર ચાલનારાઓ માટે ખુશખબર: 2016માં ા.45 કરોડના ખર્ચે શહેરના રણમલ તળાવને વાઘા પહેરાવ્યા બાદ સાત વર્ષ પછી ટ્રેકનું થશે રિનોવેશન: આચારસંહીતા બાદ કામગીરી શ થશે: 1800 મીટરનો નવો ટ્રેક બનવાથી વોકીંગ કરનારાઓને વધુ સગવડ મળશે
જામનગર શહેરનો વિકાસ કુદકેને ભુસકે થઇ રહ્યો છે ત્યારે સુવિધા આપવામાં કોર્પોરેશન હીતકારી સાબીત થયું છે, 2015-16માં આશરે ા.45 કરોડના ખર્ચે રણમલ તળાવને વધુ નયનરમ્ય બનાવવા માટે જોગીંગ ટ્રેક, પાથ-વે સહિતની અનેક સુવિધાઓ આપવામાં આવી હતી, તે સમયે થોડો વિરોધ પણ થયો હતો, પરંતુ ત્યારબાદ લાગ્યું કે કોર્પોરેશનનો જે નિર્ણય હતો તે થરાય ખોટો ન હતો, લોકોને ન ચાલવું હોય તો પણ ટ્રેક જોઇને ચાલવાનું મન થઇ જાય તેવો સિન્થેટીક બનાવ્યા બાદ હવે આ ટ્રેકને ફરીથી રીનોવેટ કરવા માટે કોર્પોરેશને કદમ ઉઠાવ્યું છે, આચારસંહીતા પુરી થયા બાદ તરત જ ા.1.19 કરોડના ખર્ચે રણલમ તળાવમાં હૈયાત ટ્રેકને પ્રથમ લહેર લગાવી રિનોવેટ કરીને નવો સિન્થેટીક જોગીંગ ટ્રેક બનાવવામાં આવશે, આ ટ્રેક માટે થોડા દિવસ લોકોને સાઇડમાં વોકીંગ કરવું પડશે, પરંતુ આ ટ્રેક તૈયાર થયા બાદ વોકીંગ કરનારાઓને ખુબ જ મોજ પડી જશે.
મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ સીટી ઇજનેર ભાવેશ જાની અને પ્રોજેકટ પ્લાનીંગના નાયબ ઇજનેર રાજીવ જાનીના માર્ગદર્શન હેઠળ આ નવો ટ્રેક બનાવવા માટે ડીપીઆર તૈયાર કરી દેવામાં આવ્યો છે, વાત લઇએ તો સૌરાષ્ટ્રમાં સૌથી મોટામાં મોટો જોગીંગ ટ્રેક જામનગરના રણમલ તળાવનો છે, કારણ કે આ ટ્રેક સિન્થેટીક વપરાયું છે. સવાર અને સાંજ વોકીંગ કરનારાઓ નજીવી ફી આપીને આ ટ્રેક ઉપર વોક કરે છે, 60 વર્ષથી ઉપરના અને સવારના ભાગમાં આ ટ્રેક પર ચાલવા માટે કોઇ ફી રાખવામાં આવી નથી.
ખાસ કરીને પોલીસ લશ્કરમાં જોડાવા ઇચ્છતા લોકો આ ટ્રેક ઉપર પ્રેકટીસ કરી રહ્યા છે અને કોઇ મેરેથોન દોડમાં ભાગ લેવાનું હોય તો પણ તેમના માટે આર્શીવાદપ આ ટ્રેક બની જશે. લગભગ આઠેક વર્ષ બાદ આ ટ્રેકને રિનોવેટ કરવામાં આવી રહ્યો છે, હાલમાં તળાવના દરવાજા નં.1 પાસે આ સિન્થેટીક નવા ટ્રેક માટે એક પેચ મારવામાં આવ્યો છે, જેના ઉપરથી લોકો ચાલે અને દોડે તે માટે કહેવામાં આવે છે અને તેમના અભિપ્રાય લીધા બાદ ટ્રેક બનાવવા અંગે આખરી નિર્ણય લઇને નવો રિનોવેટ ટ્રેક કરાશે.
કોર્પોરેશનમાંથી મળતી માહિતી મુજબ આ સિન્થેટીક ટ્રેક 1800 મીટરનો રહેશે, તેની પહોળાઇ 3 મીટર છે, કુલ 5400 સ્કેવર મીટરમાં આ નવો રિનોવેટ કરાયેલો ટ્રેક બનશે અને લગભગ ા.1 કરોડ, 19 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે. ચૂંટણીની જાહેરાત પહેલા જ સ્ટે.કમિટીએ આશરે ા.33 કરોડના ખર્ચે રણમલ તળાવ પાર્ટ-2 પણ મંજુર કરી દીધો છે તેમાં પણ જોગીંગ ટ્રેક, સાયકલ ટ્રેક સહિતની અનેક સુવિધા હશે અને તળાવના બીજા ભાગમાં પણ લોકો સરળતાથી વોકીંગ કરી શકે તે માટેનો પ્લાન કોર્પોરેશને બનાવ્યો છે.
કોર્પોરેશનના ચોપડે આ ટ્રેક પર ચાલવા માટે 14700 લોકોએ ફી ભરી છે, એમાં સિનીયર સીટીજન 5500, સવારના પાસધારકો 6400નો પણ સમાવેશ થાય છે. રણલમ તળાવનો પ્રથમ સિન્થેટીક ટ્રેક બનાવ્યા બાદ બહારગામથી જામનગર આવતા લોકો માટે પણ આ ટ્રેક આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે અને બહારના લોકો પણ ા.10 ફી ભરીને ટ્રેક પર ચાલવા માટે ખાસ જામનગર આવે છે.
જામનગર તળાવમાં રણલમ તળાવ-2નો વિકાસ થયા બાદ શહેરને એક નવી ઓળખ મળશે, કારણ કે અવનવી સુવિધા પણ મુકવામાં આવી છે, થોડા સમય પહેલા વાવાઝોડા જેવા પવનને કારણે લેસર શોનો ડોમ ધરાશાયી થયો છે, ટુંક સમયમાં આ ડોમ પણ ફરીથી રિનોવેટ કરવામાં આવશે અને લોકોને સગવડતામાં વધારો કરવામાં આવશે. જામનગર શહેરમાં ફલાય ઓવર બ્રીજ હાપા અને લાલપુર બાયપાસ ઓવરબ્રીજ સહિતના કામો પણ ચાલી રહ્યા છે, વિકાસના કામોમાં નવું છોગું ઉમેરાશે.
રિનોવેટ થનારા સિન્થેટીક ટ્રેક માટે લોકોના અભિપ્રાય મેળવાયા
રણમલ તળાવના પ્રથમ દરવાજા પાસે કામચલાઉ સિન્થેટીક ટ્રેક બનાવવાનું પ્રથમ ચરણ શ થયું છે, થોડા ભાગને રિનોવેટ કરાયો છે, વોકીંગ કરનારા અને દોડનારાઓને આ ટ્રેક ઉપરથી પસાર થવા માટે કહેવામાં આવે છે, આ અંગેનું આખું માળખુ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી અને સીટી ઇજનેર ભાવેશ જાનીએ તૈયાર કરી દીધું છે અને તેમાં થોડા નવા ફેરફાર પણ આવી શકે તેમ છે, પરંતુ જે ટ્રેક બનશે તે ખુબ જ આકર્ષક બનશે અને હાલમાં તો 14700 લોકો રેગ્યુલર વોકીંગ કરે છે તેને ફાયદો થશે, જે લોકો રણમલ તળાવનું સૌંદર્ય નિહાળવા જાય છે તેઓ પણ આ ટ્રેક પર ચાલતા નજરે જોવા મળે છે.
થોડા દિવસોમાં જ રણમલ તળાવ પાર્ટ-2નું કામ શ થશે
જામ્યુકોની સ્ટે.કમિટીએ ા.33 કરોડના ખર્ચે રણમલ તળાવ ભાગ-2ના નિમર્ણિ કરવા માટે મંજુરી આપી દીધી છે અને ચૂંટણીની કામગીરી પુરી થયા બાદ આ કામગીરી ઝડપથી શ થાય તે માટે અગ્રતા આપવામાં આવશે તેમ જાણવા મળે છે, ભાગ-2માં પણ વોકીંગ ટ્રેક, સાયકલ ટ્રેક, હાર્ટ, સંગીતની સુવિધા, આકર્ષક ઝખા, બેન્ચીસ પણ મુકવામાં આવશે ત્યારે જામનગર ખરેખર નવાનગર જ છે તેવી લોકોને પ્રતીતિ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech