જુનિયર ક્લાર્ક તલાટી અને પશુ નિરીક્ષક ની ખાલી જગ્યાની પ્રતીક્ષા યાદી ટૂંક સમયમાં થશે જાહેર

  • February 08, 2024 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલે મહત્ત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ટુંક સમયમાં તલાટી, જુનિયર કલાર્કની ખાલી જગ્યાની પ્રતિક્ષા યાદી બહાર પડાશે. સાથે જ પશુ નિરિક્ષકની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી બહાર પડાશે.
પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને સરકારી નોકરીઓ અંગેની મહત્ત્વની વિગત શેર કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે, ટુંક સમયમાં તલાટી, જુનિયર કલાર્કની ખાલી જગ્યાની પ્રતિક્ષા યાદી બહાર પડાશે. સાથે જ તેમણે લખ્યું કે, પશુ નિરિક્ષકની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી બહાર પડાશે. 
​​​​​​​
તેમણે ટ્વિટ કરી માહિતી આપી કે, ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે સાંજે બહાર પાડવામાં આવેલા લોકરક્ષક ભરતી નિયમો સૌની જાણ સારું આજે ભરતી બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે. રાજ્યમાં પોલીસ ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં ૧૦ હજારથી વધુ પોલીસ જવાનોની ભરતી થઈ શકે છે, એવામાં ગૃહ વિભાગે ભરતીના નવા નિયમોની જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી દ્વારા આ નવા બનાવાયેલા નિયમોને મંજૂરી આપી દેવામાં આવી છે.
નિરીક્ષકની ખાલી જગ્યાની પ્રતીક્ષા યાદી બહાર પાડવાની પ્રક્રિયા પણ ચાલુ છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલે ટ્વિટ કરી વનરક્ષકની પરીક્ષા માટે સૌ ઉમેદવારોને શુભેચ્છા પણ પાઠવી હતી. તેમણે ટ્વીટ કરી લખ્યું કે, આવતીકાલથી શરૂ થતી વનરક્ષકની પરીક્ષા માટે સૌ ઉમેદવારોને શુભેચ્છાઓ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application