ગૌમાતા સાથે અમાનુષી ત્રાસ ગુઝારી ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવાતાં ચોમેરથી ફિટકારની લાગણી
જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં એક શખ્સ દ્વારા જધન્ય અપરાધ કરવામાં આવ્યો છે, અને સમાજ જીવનમાં ખૂબ જ શર્મસાર કરનાર કિસ્સાને લઈને ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે. સનાતન ધર્મમાં ગૌ માતાને પવિત્ર માનીને તેની પૂજા કરવામાં આવે છે, તેમ છતાં ગૌ માતા સાથે અમાનુષી કૃત્ય કરી ત્રાસ ગુજરી ધાર્મિક લાગણી દુભાવવા અંગે એક શખ્સ સામે ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક પ્રવીણ દાઢી ની વાડી પાસે સરસ્વતી સોસાયટી શેરી નંબર ત્રણમાં રહેતો જગદીશ પરબતભાઈ નસીત નામનો પટેલ શખ્સ કે જેણે ગઈકાલે પરોઢિયે ચાર વાગ્યે એક એવો અપરાધ કર્યો હતો, કે સૌ કોઈ તેની સામે ફિટકારની લાગણીથી જોઈ રહ્યા છે.
કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા એક ધાર્મિક સ્થળ ની નજીક રાત્રીના સમયે ઉભેલી ગૌ માતા કે જે હિન્દુ સમાજમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે, અને તેની પૂજા કરવામાં આવે છે. તેમ છતાં ગૌમાતા સાથે આમાનુષી ત્રાસ ગુજારી ધાર્મિક લાગણી દુભાય તેવું દુષ્કૃત્ય આચાર્યું હતું. જે અંગેના વિડીયો ગઈકાલે સમગ્ર દિવસ ભર શહેરમાં વાયરલ થયો હતો, અને આ વિડીયો જોનાર સૌ લોકોએ નરાધમ શખ્સ સામે ફિટકારની લાગણી વરસાવી રહ્યા હતા.
દરમિયાન સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.બી. બથવાર સરકાર પક્ષે જાતે ફરિયાદી બન્યા હતા, અને ગૌમાતા સાથે અણછાજતું વર્તન કરનાર જગદીશ પરબતભાઈ નસીત સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં તેની સામે બી એન એસ ની કલમ ૨૯૯ તેમજ પશુ પ્રત્યે ઘાતકી પણાની સને ૧૯૬૦ ની કલમ ૧૧(૧), (૬) મુજબ ગુનો નોંધ્યો છે. આ બનાવ ને લઈને શહેરભરમાં ભારે ચકચાર જાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર નેવી સૌરાષ્ટ્ર હાફ મેરેથોન દોડ, સાંસદ સહિતના મહાનુભાવો દોડમાં જોડાયા
December 23, 2024 11:15 AMજામનગર-લાલપુર નજીક હાઇવે પર મોટો અકસ્માત ટળ્યો...!
December 23, 2024 11:15 AMડાયાબિટીસ–કોલેસ્ટ્રોલની દવાઓ સહિત ૬૫ દવાઓ માટે નવી કિંમતો નક્કી કરાઈ
December 23, 2024 11:08 AMરિવાઇડ રિટર્નની તારીખ ૧૫મી જાન્યુઆરી સુધી લંબાવી દેવાઈ
December 23, 2024 11:07 AMગીર સોમનાથ જિલ્લામાં ફરજ દરમિયાન મીઠી ઊંઘ માણતા ઝડપાયેલા 23 હોમગાર્ડ જવાન સસ્પેન્ડ
December 23, 2024 11:05 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech