જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરાઁ અથઁમા આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે જેમાં , પીડીતા દ્વારા 181 માં ફોન કરી મદદ માંગેલ ને જણાવેલ છેલ્લા સાત માસથી તેઓ પ્રેમ સંબંધમાં બંધાયેલ હતા બાદમાં પીડીતાએ સંબંધ ટૂંકાવી નાખતા યુવક દ્વારા સંબંધ રાખવા ફોટો વિડિયો વાયરલ કરવાની ધમકી આપે છે અને અને ફોટો એડીટીંગ કરી બ્લેકમેલ કરે છે ને પૈસા માંગે છે આજે 1500 રૂપિયા લઈને બોલાવેલ છે એસટી બસ સ્ટેન્ડ પાછળ તેથી મદદની જરૂર છે
તુરંત જામનગર અભયમ ની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી પોલીશ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા ઘટના સ્થળ પર પહાેચી યુવતીને આશ્વાશન આપવામા આવેલ અને કુશળ કાઉન્સેલિંગ કરેલ ત્યારે જણાવેલ કે તેને હવે યુવક સાથે કોઈ સંબંધ રાખવા નથી છતાં યુવક જબર જસ્તી સબંધ રાખવા દબાણ કરે છે અને પીડિતા દ્વારા ના પડતા ફોટા વિડિયો ફ્રેન્ડ તેમજ ફેમિલી ને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે તેવી રીતે દબાણ કરાય છે આજે યુવકે મળવા બોલાવેલ હોય 1500 રૂપિયા સાથે લઈને આવવા જણાવેલ હોય પરંતુ પીડિતાને ડર હોય કે યુવકને 181 ટિમ વિશે જાણ થઈ જશે તો તે આવશે નહીં અને ફોટા વિડિયો વાયરલ કરી નાખશે તેથી ૧૮૧ ટીમે સુજબુઝ વાપરી વાન દૂર ઉભી રાખી 181 ટીમ અલગ અલગ સ્થળ પર ગોઠવાય ગયેલ અને યુવક સ્થળ પર પહોંચતા જ યોગ્ય મોકો જોઈને પકડી પાડેલ અને કડક શબ્દોમાં સમજણ આપેલ તેમજ ફોન માંથી ફોટા એડીટીંગ તેમજ વિડિયો ડીલીટ કરવા ભવિષ્યમાં ક્યારે યુવતી ને હેરાન ન કરવા કડક શબ્દોમાં સૂચન કરેલ ત્યારે યુવક દ્વારા પોતાની ભૂલ સ્વીકારેલ અન ભવિષ્યમાં કોઈ પણ પ્રકારે પીડિતાને હેરાનગતિ નહીં કરે તેવી ખાતરી આપેલ પરંતુ પીડિતા યુવકને કાયદાનું ભાન કરાવવા ઈચ્છતા હોય અને પોલીસ ફરિયાદ કરવા ઈચ્છતા હોવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે લઈ જવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech