જામનગર- લાલપુર ધોરી માર્ગ પર ચેલા ગામના પાટીયા પાસે બાઈક સ્લીપ થઈ જવાના કારણે બાઇક ચાલક પરપ્રાંતીય યુવાનનું ગંભીર ઇજા થઈ હોવાથી કરૂણ મૃત્યુ નીપજયું છે. આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ દરેડ જી.આઈ.ડી.સી. માં રહેતા અને મજૂરી કામ કરતા કૈલાશ બ્રિજમોહનભાઈ નીશાદ નામના ૫૦ વર્ષના પરપ્રાંતીય શ્રમિક કે જેઓ ગઈકાલે પોતાનું બાઈક લઈને જામનગર લાલપુર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન ચેલા ગામના પાટીયા પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતાં હેમરેજ સહિતની ગંભીર ઇજા થઈ હતી, અને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જે મામલે પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસેક હેડકોન્સ્ટેબલ એસ.એસ. જાડેજા વધુ તપાસ ચલાવે છે.
લાલપુર તાલુકાના પીપળી ગામની મહિલાનું પેટના કેન્સર ની બીમારીમાં સપડાયા પછી અપમૃત્યુ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના પીપળી ગામની એક મહિલા કેન્સરની બીમારીથી પીડાતી હોવાથી તેની તબિયત લથડતાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
લાલપુર ના પીપળી ગામમાં રહેતી જશુબેન ચમનભાઈ મકવાણા નામની ૪૫ વર્ષની મહિલા કે જે છેલ્લા કેટલાક સમયથી પેટના કેન્સરની બીમારીથી પીડાતી હતી, અને તેણીની તા ૨૦.૩.૨૦૨૪ ના દિવસે એકાએક તબિયત લથડી હતી, અને તેણીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના પતિ ચમનભાઈ હરજીભાઈ મકવાણાએ પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ ટીનુભા જાડેજા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં રિવર્સમાં આવી રહેલી ક્રેઇન હેઠળ દબાઈ જતાં પર પ્રાંતિય શ્રમિકનું કરુણ મૃત્યુ
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં રિવર્સમાં આવી રહેલી ક્રેઇનના ટાયર નીચે દબાઈ જવાના કારણે પરપ્રાંતિય શ્રમિક યુવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ પંજાબના ગુરૂદાસપુરના વતની અને હાલ જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં મજૂરી કામ કરતા બલરાજસિંઘ ગુરૂબક્ષસિંઘ નામના પરપ્રાંતિય યુવાનને રિવર્સમાં આવી રહેલી જી.જે ૧૦ એ.આર ૨૬૧૪ નંબરની ક્રેઇન ના ચાલકે ક્રેઈનના ટાયર નીચે ચગદી નાખતાં ગંભીર ઇજા થવાના કારણે તેનું બનાવના સ્થળપરજ કરુણ મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના સંબંધી કુલવીંદરસિંઘ સુલખાનસિંઘ પંજાબી એ મેઘપર પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે ક્રેઇન ના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
જામનગર તાલુકાના મસીતિયા ગામની છ વર્ષની બાળાનું તાણ આંચકી આવ્યા પછી અપમૃત્યુ
જામનગર તાલુકાના મસિતિયા ગામમાં રહેતી છ વર્ષની બાળકીને તાવ આવ્યા પછી આંચકી આવી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી તેણીનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મસીતીયા ગામમાં રહેતા મહમદભાઈ મુસાભાઇ સંધિ નામના ખેડૂત ની છ માસની પુત્રી ફરઝાનાબેન મહમદભાઈ સંધિ કે જેને છેલ્લા એકાદ દિવસથી તાવ આવતો હતો, અને તેણીને એકાએક આંચકી આવી જતાં બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ બાળકીના મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જ્યારે સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech