ઉર્ફીનો નવો લૂક ચાહકો માટે દર વખતે ચોંકાવનારો રહે છે. કેટલીકવાર ઉર્ફી જાવેદની હિંમત માટે તેની પ્રશંસા કરવામાં આવે છે, તો ઘણી વખત તેણીના વિચિત્ર અવતાર માટે તેની ટીકા પણ કરવામાં આવે છે.
ઉર્ફી જાવેદ હંમેશા તેની અસામાન્ય ફેશન માટે ચર્ચામાં રહે છે. દરરોજ ઉર્ફી વિવિધ વસ્તુઓમાંથી નવા પ્રકારના ડ્રેસ બનાવે છે અને તેને પહેરીને લોકોની સામે આવે છે. ઉર્ફીનો નવો લૂક ચાહકો માટે દર વખતે ચોંકાવનારો રહે છે. કેટલીકવાર ઉર્ફી જાવેદની હિંમત માટે તેની પ્રશંસા કરવામાં આવે છે, તો ઘણી વખત તેણીના વિચિત્ર અવતાર માટે તેની ટીકા પણ કરવામાં આવે છે. જો કે, આ વખતે ઉર્ફી જાવેદે કંઈક એવું કર્યું છે, જેના પછી બધા ચોંકી ગયા છે.
ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણી દરેક વખતે તેની પોસ્ટ દ્વારા હલચલ મચાવે છે. આ વખતે પણ કંઈક આવું જ થયું છે. આ વખતે ઉર્ફી જાવેદ દ્વારા શેર કરાયેલ ફોટો જોઈને તે ફરી ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે ઉર્ફીએ તેની વાળ વગરની તસવીર શેર કરી છે. આ ફોટામાં તે બાલ્ડ દેખાઈ રહી છે. તસવીર જોયા બાદ એવું લાગે છે કે તેણે માથું મુંડાવ્યું છે. આ વખતે તે કારમાં બેસીને આ લુક સાથે સેલ્ફી લેતી જોવા મળી રહી છે.
યુઝર્સે જોરદાર ટ્રોલ કર્યું
ઉર્ફીની આ તસવીર જોયા બાદ યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું, 'બ્રી પ્રાકની બહેન'. એક યુઝરે તો ઉર્ફીને પૂછ્યું, 'શું તમે ખરેખર આવું કર્યું છે?' અન્ય એક યુઝરે કમેન્ટ કરીને કહ્યું, 'ઓહ માય ગોડ શું થયું, આ કેવી રીતે થયું'. 'એક ટ્રોલરે લખ્યું, આ શું છે, બસ આ જોવાનું બાકી હતું.' આ સિવાય ઉર્ફીની તસવીર પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે.
ફિલ્ટર યુઝ કર્યુ, પણ યુઝર્સે ઉર્ફીને પકડી પાડી
કેટલાક યુઝર્સનું કહેવું છે કે ઉર્ફી જાવેદ ટકલી નથી, તેણે માત્ર એક ફિલ્ટર લગાવ્યું છે. તેણે આ તસવીર એડિટ કરી છે અને તેના વાળ સાઈડથી સ્પષ્ટ દેખાય છે. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદે પોતાની તસવીરમાં ફિલ્ટર લગાવીને બાલ્ડ લુક આપ્યો છે. લોકોને મૂર્ખ બનાવવાની ઉર્ફીની કોશિશ નિષ્ફળ સાબિત થઈ અને તેઓએ ઉર્ફીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં ભારતીય વાહનોની ભારે માંગ, એક્સપોર્ટના આંકડા જોશો તો ચોંકી જશો
April 20, 2025 12:39 PMચીન ન કરે એટલું ઓછું....માણસો સાથે રોબટ્સે લગાવી 21 કિમીની દોડ, જુઓ વીડિયો
April 20, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech