જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમોની તૈયારી વચ્ચે પોલીસની અનોખી માનવતા જોવા મળી...

  • February 24, 2024 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમોની તૈયારી વચ્ચે પોલીસની અનોખી માનવતા જોવા મળી...

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગર ખાતે પધારી રહ્યા છે ત્યારે વડાપ્રધાનના આગમનને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. ગઈકાલે રાત્રે 8 વાગ્યા આસપાસ વહીવટી તંત્ર દ્વારા જામનગર એરફોર્સ સ્ટેશનથી સર્કિટ હાઉસ સુધીના વડાપ્રધાનના કોન્વેના વાહનોના કાફલાનું ફાઇનલ રિહર્સલ યોજવામાં આવી રહ્યું હતું એ સમયે દિગજામ સર્કલ પાસે કોનવે અનુસંધાને વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.

જ્યારે કોનવેનું મહત્વનું રિહર્સલ ચાલી રહ્યું હોય અને કોન્વે આવવાને થોડા સમયની વાર હોય એવા સમયે એક એમ્બ્યુલન્સ બંધ કરાયેલા વાહન વ્યવહારમાં અટવાઈ હતી અને તેમાં રહેલા દર્દીની હાલત ખૂબ જ ગંભીર હતી. જેથી પોલીસે માનવતા દાખવી ટ્રાફિક જલ્દીથી ક્લિયર કરી અને સૌ પ્રથમ એમ્બ્યુલન્સને દર્દીને સારવાર મળી રહે તે માટે રવાના કરવામાં આવી હતી. બીજી તરફ જામનગર રેલ્વે સ્ટેશનથી થોડા મુસાફરોની ટ્રેન ઉપાડવાની થોડીક ક્ષણોની વાર હતી અને મુસાફરો પણ કોનવેમાં અટવાયા હતા એવા સમયે જામનગર પોલીસે આ તમામ મુસાફરોને તાત્કાલિક પોતાની પોલીસ જીપમાં બેસાડી અને જામનગર રેલ્વે સ્ટેશન ખાતે પહોંચાડી અનોખી માનવતા દર્શાવી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application