શહેરના મોરબી રોડ પર જકાતનાકા પાસે અક્ષર પાર્ક સોસાયટી શેરી નં-1માં આવેલા ખુલ્લા પ્લોટમાં કપડામાં વીંટેલી હાલતમાં તાજું જન્મેલુ નવજાત શીશુ મળી આવતા 108ની ટીમે સારવાર માટે ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું છે. મેલી અને નાળ હોવાથી બાળક તાજું જન્મેલું છે અને તેના બે હાથ અને પગમાં ફેક્ચર અને ગળાના ભાગે સ્ક્રેચ જોવા મળતા બાળકને મારી નાખવા માટે પણ પ્રયાસ થયો હોવાનું લાગી રહ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર જકાતનાકા પાસેની અક્ષર પાર્ક સોસાયટી પાસેથી કોઈ રાહદારી પસાર થતા ખુલ્લા પ્લોટમાં કપડામાં વીંટેલી હાલતમાં બાળક જેવું જોવા મળતા રાહદારી નજીક જઈ જોતા નવજાત માસુમ ફૂલ હોવાનું જોવા મળતા તાકીદે 108માં ફોન કરી જાણ કરતા ગ્રીનલેન્ડ ચોકડી લોકેશન પરની 108 સેવા ફરજ પરનાના ઇએમટી ભાવેશ વાઢેર અને પાઇલોટ ઘનશ્યામ ડાંગર સ્થળ પર પહોંચી બાળકની તપાસણી કરી પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
નવજાત શિશુ ને હાથના ભાગમાં ઈજા હોવાનું ધ્યાને આવતા અને બાળક ખુલ્લા વાતવરણમાં હોવાથી તે સંપૂર્ણ સ્વસ્થ નહતું આથી તેને સારવારની જરૂર હોવાથી 108 ટીમ દ્વારા અમદાવાદ ખાતે તજજ્ઞો ડોક્ટર સાથે ટેલિફોનીક વાતચીત કરી શિશુને સારવાર શરૂ કરી ઝનાના હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિક વિભાગમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું હતું. તબીબ સૂત્રોના જણાવ્યા મુજબ બાળકના બંને હાથ અને જમણા પગના હાડકામાં ફેક્ચર હોવાનું નિદાન થયું હતું તેમજ ગળાના ભાગે સ્કેચ માર્ક જોવા મળ્યા હતા. આ જોતા બાળકને જન્મતાની સાથે મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. પરંતુ કોઈ કારણસર રાત્રીના અજાણ્યું વ્યક્તિ અહીં મૂકી ગયું હોવાનું મનાઈ રહ્યું છે. બાળકને કોણ અને ક્યારે અહીં મૂકી ગયું તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech