BREAKING NEWS

એવા વિકૃત ગુનેગારો જેની ફાંસીની રાહ જોઈ રહી હતી દેશની જનતા: રંગા-બિલ્લાની કંપાવનારી કહાની

  • June 12, 2026 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એવા વિકૃત ગુનેગારો જેની ફાંસીની રાહ જોઈ રહી હતી દેશની જનતા: રંગા-બિલ્લાની કંપાવનારી કહાની

એમેઝોન પ્રાઈમ વીડિયો પર રીલીઝ થવા વાળી વેબસીરીઝ "રાખ"આ ઘટનાની યાદ તાજા કરી છે. આજથી 48વર્ષ પહેલા એવી બનેલી જેણે તે સમયે સનસનાટી મચાવી દીધી હતી 
શું થયું હતું તે સાંજે?

સમુદ્રી સેનાના કેપ્ટન મદન ચોપડા દિલ્હીના ધૌલાકુવાની પાસે સરકારી ક્વાટરમાં રહેતા હતા, તેને સંતાનોમાં એક દીકરી અને દીકરો. દીકરીનું નામ ગીતા ચોપડા(16 વર્ષ ) અને દીકરાનું નામ સંજય(13 વર્ષ). તેઓ સામાન્ય રીતે રોજ સાંજે રમવા જતા હતા, પરંતુ 26 ઓગસ્ટ 1978ના દિવસે તેનો પ્લાન અલગ હતો, ગીતાને તે દિવસે આકાશવાણીના"યુવાવાણી" કાર્યક્રમમાં શામેલ થવા માટે આકાશવાણી કેન્દ્ર જવાનું હતું .તેના ઘરથી આકાશવાણી કેન્દ્રની દુરી લગભગ 5 થી 6 કિલોમીટર જ હતી. ગીતાની સાથે સંજયનો જવાનો પ્લાન પણ બની ચુક્યો હતો. તેના પિતાએ ગીતાને પ્રોમિસ આપ્યુ હતું કે તે ગીતાનો રેડિયો પ્રોગ્રામ જરૂર સાંભળશે.


વરસાદના કારણે લેવી પડી લીફ્ટ

વરસાદના કારણે તેઓએ ડો. એમ એસ નંદા પાસેથી લીફ્ટ લીધી, નંદાએ આકાશવાણી ભવનના એક કિલોમીટર પહેલા ભાઈ-બહેનને નજીકની પોસ્ટ ઓફિસમાં છોડી દીધા. આ પછી તેઓ ક્યારેય પોસ્ટ ઓફિસ ન પહોંચી શક્યા.


પિતાને શંકા ગઈ 

કાર્યક્રમના નક્કી કરેલા સમયે જ્યારે ચોપડા પરિવારે રેડીયો ચાલુ કાર્યો તો ગીતાની જગ્યાએ કોઈ અન્યનો અવાજ સાંભળવામાં આવ્યો. કેપ્ટન શું થયું તે સમજમાં ન આવતા તે તરત જ આકાશવાણી તરફ જવા રવાના થયા. ત્યાં જઈને જોયું તો ભાઈ-બહેન હતા નહિ, તેણે બધે પૂછપરછ કરી પણ બાળકો મળ્યા નહિ કે તેની ખબર ના મળી, તરત જ તેણે પોલીસ ફરિયાદ કરી.


જગલમાં મળી લાશો

ગાયબ થયાના 2 દિવસ પછી 28 ઓગસ્ટના દિવસે એક ઢોર ચરાવનારને નજીકના જંગલમાંથી 2 લાશ મળી. તેને પોલીસને જાણકારી આપી. જાણવા મળ્યું કે લાશ સંજય અને ગીતાની છે, આ ઘટનાએ દેશની જનતાના હદયને દ્રવિત કરી દીધું, પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે ભાઈ-બહેનને ચાકુથી ઘા મારવામાં આવ્યા છે, ગીતા પર રેપ કરવામાં આવ્યો છે કે નહિ તેની જાણકારી ના મળી. સંજયના શરીર પર 25 ઘા હતા. તે પરથી કહી શકાય એમ હતું કે કીડનેપર્સની સાથે મારા-મારી થઇ હશે અને કીડનેપર્સને પણ ઘા લાગ્યા હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application