સિકકામાં ગંજીપત્તાની મોજ માણતી ત્રિપુટી પકડાઇ

  • August 01, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જલારામ સોસાયટી પાસે દરોડો : રોકડ અને પત્તા જપ્ત

જામનગરના સિકકાની તિરુપતી સોસાયટી પાછળ જલારામ સોસાયટીમાં એમટીએફ દિવાલની બાજુમાં તિનપતીનો જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.
સિકકાની જલારામ સોસાયટી વિસ્તારમાં જાહેરમાં કેટલાક શખ્સો ગંજીપતા વડે જુગાર રમે છે એવી બાતમીના આધારે સિકકા પોલીસે દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતા શ્રીજી સોસાયટીમાં રહેતા રીક્ષા ડ્રાઇવર હાસમ મામદ સંઘાર, કારાભુંગાના મનોજ વાલજી રાઠોડ અને જેના ધનજી પરમાર નામના ત્રણેય શખ્સોને રોકડ ૫૪૬૦ સાથે પકડી લીધા હતા.
**
સલાયા મરીન પોલીસ દ્વારા લુડોથી હારજીત કરતા ઇસમોને પકડી પાડયા
સલાયા મરીન પોલીસ સ્ટેશનના પી.આઇ.સિંગરખીયાના માર્ગદર્શન હેઠળ આવનારા તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે માટે પેટ્રોલીંગ ચાલુ હોય જે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઇ ચૌહાણ અને સિદ્ધાર્થ સોલંકીને ખાનગી રાહે બાતમી મળતા જીરાણ પાસે ભીમ પાડામાં જાહેરમાં પતા વડે હારજીતનો જુગાર રમતા હોય ત્યાં રેઇડ કરતા કુલ પાંચ ઇસમોને પકડી પાડયા હતા. જેમાં અલી અકબર રજાક સંધાર, હુસેન અનવર ગંઢાર, આમીન ઇબ્રાહીમ ગંઢાર, જાવીદ રજાક ગંઢાર, ફારુક મુસા ગંઢારને  ‚ા. ૧૧૮૫૦ના મુદા માલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. તેમજ પોલીસ કોન્સ્ટેબલ હરદીસિંહ અને હિતેન્દ્રસિંહ ઝાલાને મળેલ સંયુકત બાતમીના આધારે સલાયાના ભીમપાડામાં જાહેરમાં લુડો રમતા હોઇ જેમાં નઝીર હારુન સંધાર ફારુક સુલેમાન ભાયાને ‚પિયા ૧૦,૧૦૦ નાંમુદામાલ સાથે ઝડપી પાડયા હતા. અને કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. આ તમામ કાર્યવાહીમાં સલાયા મરીન પોલીસ સ્ટેશન સ્ટાફના ઓમદેવસિંહ વેજાણંદભાઇ તથા વિપુલભાઇ પણ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application