ત્રિપૂટીએ એક કલાકમાં ત્રણ નહીં પાંચ લૂંટ કરી હતી, બેમાં ફરિયાદ નોંધાઈ ન્હોતી

  • June 21, 2024 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં બે દિવસ પહેલા વહેલી સવારે એક કલાકમાં છરીની અણીએ બાઈકસવાર ત્રિપુટીએ ત્રણ લૂંટ ચલાવ્યાની ઘટનામાં ક્રાઈમ બ્રાંચે આ ત્રિપુટીને ઝડપી લેતાં નવો ફણગો એ ફત્પટયો છે કે, ત્રિપુટીએ ત્રણ નહીં પરંતુ પાંચ–પાંચ લૂંટ ચલાવી હતી. જેમાં બે લૂંટમાં ફરિયાદ પણ નોંધાઈ ન હતી.
શહેરના નાનામવા રોડ પર રીક્ષા ચાલક, યાજ્ઞીક રોડથી હોમી દસ્તુર માર્ગ પર બાઈક ચાલકને તેમજ મવડી બ્રિજ પાસે ઓટો પાર્ટસના ધંધાર્થીને બાઈકસવાર ત્રિપુટીએ તા.૧૮ના રોજ વહેલી સવારે એક કલાકની અંદર જ ત્રણ–ત્રણ લૂંટ ચલાવ્યાની ઘટના ત્રણ પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ લૂંટરૂ ત્રિપુટીને પકડી પાડવા શહેરભરની પોલીસ કામે લાગી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચના કોન્સ્ટેબલ ભુપત ચૌહાણ, વાલજીભાઈ જાડા, ગોપાલ પાટીલને બાતમી મળી હતી જેના આધારે પીઆઈ એમ.આર.ગોંડલીયાની સુચનાથી પીએસઆઈ એમ.જે.હત્પણ, એ.એન.પરમાર, વી.ડી.ડોડીયા સહિતની ટીમે લૂંટરૂ ત્રિપુટી કુખ્યાત શખસ કોઠારીયા સોલવન્ટ શીતળા ધાર પાસે રહેતા ભરત ઉર્ફે ભરતો પોપટ ઉ.વ.૨૧, સાધુ વાસવાણી રોડ પર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતો રમીઝ ઉર્ફે બચ્ચો ઈમરાન જેસરીયા ઉ.વ.૧૯, કોઠારીયા સોલવન્ટમાં રહેતો નિલેશ ઉર્ફે ભુરી, ઉર્ફે ભુરો ગોપાલ વાઘેલા ઉ.વ.૧૯ને ઝડપી લીધા હતા.
ત્રણેય શખસો તા.૧૮ની રાત્રીના ચારેક વાગ્યે બાઈક પર નીકળ્યા હતા અને ત્રણ લૂંટ ચલાવી હતી. ત્રિપુટીની હાથ ધરાયેલી પુછપરછમાં ફરિયાદમાં નોંધાયેલી ત્રણ લૂંટ કબુલી હતી. આ ઉપરાંત ત્રણેય શખસોએ ભકિતનગર સર્કલથી સત્યવિજય આઈસ્ક્રીમવાળા રોડ પર એક વ્યકિતને આંતરીને એક હજારની લૂંટ કરી હતી. આ ઉપરાંત ગોંડલ રોડ શિવ હોટલ પાસે સર્વિસ રોડ પર ચાલીને જતા ઈસમ પાસેથી મોબાઈલ લુંટી લીધો હતો. આ બન્ને લૂંટની ફરિયાદ નોંધાઈ ન હતી કે જાહેરાત પણ થઈ ન હતી. ઝડપાયેલ ત્રિપુટી પૈકી ભરત સામે ચોરી, જુગાર, દારૂ સહિતના ૭ ગુના નોંધાયેલા છે. જયારે નિલેશ ઉર્ફે ભુરી સામે ચોરી સહિતના પાંચ ગુના અને રમીઝ સામે ચોરીનો એક ગુનો નોંધાયો છે. ત્રણેય શખસોને લૂંટમાં સાથ દેનાર કોઠારીયા સોલવન્ટ કવાર્ટરમાં રહેતા સમીર ઉર્ફે સમલો અબ્દુલ ઠેબાને પકડવા પણ તજવીજ હાથ ધરાઈ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application