BREAKING NEWS

માલવીયા ચોક સ્થિત તિરંગાનું કાપડ ગંદુ, જર્જરિત: મનપા દ્વારા ફ્લેગ કોડનો ભંગ

  • January 01, 2026 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકાએ માલવીયા ચોકમાં ફરકાવેલા તિરંગાનું કાપડ ગંદુ અને જર્જરીત થઇ ગયું હોય ફ્લડ કોડનો ભંગ થઇ રહ્યો છે. આ મુદે કોંગી નેતાએ ચીફ ફાયર ઑફિસરને રજૂઆત કરી તાત્કાલિક રાષ્ટ્રધ્વજ બદલવા માંગ કરી છે.

વિશેષમાં આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજપુતે એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાપાલિકા તંત્રએ રાષ્ટ્રધ્વજનું સરેઆમ અપમાન કરી બુધ્ધિનું દેવાળું ફૂંકયું છે, તેમજ ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા ૨૦૦૨નો સરેઆમ ભંગ મહાપાલિકા તંત્રએ કર્યો છે, માલવિયા ચોક સર્કલ ખાતે આવેલ રાષ્ટ્રધ્વજ ગંદી હાલત તથા જર્જરિત હોય ત્યારે તાત્કાલિક નવા રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરી નવો રાષ્ટ્રધ્વજ ફરકાવવા આજરોજ માંગ કરી છે, તેમજ વધુમાં જણાવ્યુ હતું કે અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોજેરોજ શહેરમાં જાહેર વિવિધ સ્થળોએ રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરાતું હતું જ્યારે આજે કુંભકર્ણની જેમ ગાઢ નિદ્રાધીન રાજકોટ મહાનગરપાલિકાના તંત્રએ આટલી ચીવટ કેમ ન રાખી ? તેવો સવાલ ઉઠાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application