જેતપુરની ભાદર નદી પર નેશનલ હાઈવેના પુલનો એક બાજુનો ભાગ ક્ષતિગ્રસ્ત થતા પુલની એક બાજુનો રોડ વાહન વ્યવહાર માટે બધં કરવામાં આવ્યો છે. અહીંથી યાત્રાધામ સોમનાથ, વેરાવળ–પોરબંદર જેવા બંદરોએ અવરજવર અને જેતપુર શહેરમાં પ્રવેશવાનો એકમાત્ર રસ્તો હોય અને આ પુલ પરનો એક બાજુનો રસ્તો બધં થતાં લાખો વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પુલ બન્યો ત્યારથી અત્યાર સુધીમાં વારંવાર પુલની એક બાજુ ક્ષતિગ્રસ્ત થઈ જતી હોય તે પુલના કામમાં થયેલ ભ્રષ્ટ્રાચારની ચાડી ખાય છે.
જેતપુરના નવાગઢ પાસે ભાદર નદી ઉપર આવેલ નેશનલ હાઇ વેનો ર૭૦ મીટર લાંબો પુલ ૧૪ વર્ષ પૂર્વે વાહન વ્યવહાર માટે ખુલ્લ ો મુકવામાં આવ્યો હતો. લોકાર્પણના થોડા જ સમયમાં પુલની એકબાજુનું સસ્પેશન કામ કરવાનું બધં કરી દેતા ભારે વાહનો પુલ ઉપરથી પસાર થાય તો ખુબ જ મોટો અકસ્માત થવાની ભીતી સેવાવા લાગી હતી. જેથી હાઈવે ઓથોરિટી દ્રારા સલામતીના ભાગપે વર્ષ ૨૦૧૬માં પુલની એક બાજુ વાહન વ્યવહાર માટે બધં કરી દેવામાં આવી હતી. ત્યારબાદ હાઈ વે ઓથોરિટી દ્રારા રીપેર કરતા થોડા મહિનામાં પુલ પર વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. પુલ નિર્માણમાં તો ભ્રષ્ટ્રાચારની બૂમરેંગ ઉઠી હતી પરંતુ રીપેરીંગમાં પણ ભ્રષ્ટ્રાચાર થતા પુલ ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૧માં પણ વાહન વ્યવહાર માટે બધં કરવામાં આવ્યો અને દર વખતે રીપેરીંગ કરી પુલને ચાલુ કરવામાં આવતો. ચાલુ વર્ષે પણ પુલનો રીપેરીંગ વાળો જ એક બાજુનો ભાગ ઘણી જગ્યાએથી બેસી ગયો હોય પાંચમીવાર પુલનો એક રસ્તો વાહન વ્યવહાર માટે બધં કરાયો.
ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા નેશનલ હાઈવેના આ પુલની એક બાજુ પર જ વાહન વ્યવહાર ચાલુ હોય પુલની બંને બાજુએ વારેવારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. અને ભૂતકાળમાં પુલ પર કોઈ વાહન બધં પડે તો પુલ પર બંને બાજુ પાંચ પાંચ કિમી સુધી વાહનોની કતારો લાગે તેવી પણ ભીતિ સર્જાય રહી છે. જેથી પુલ પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ જેતપુરના શહેરીજનો આ પુલને તાત્કાલિક ભ્રષ્ટ્રાચાર કર્યા વગર રીપેર કરી ખુલ્લ ો મુકવામાં આવે તેવી હાઈ વે ઓથોરિટી તરફથી માંગ કરી રહ્યા છે.બોક્ષ:– ભાદર નદી પરના નેશનલ હાઈ વેના પુલની મેઇન્ટેન્સની જેની જવાબદારી છે તે ઉપલેટા ટોલનાકાના મેનેજર અજયસિંહ ઠાકુરે જણાવેલ કે, પુલ કેટલીક જગ્યાએ બેસી ગયો હોવાથી વાહન વ્યવહાર માટે બધં કરવામાં આવ્યો છે. પુલ કયાં સુધીમાં રીપેર થઈ શકશે તે અમો પુલનું નિરીક્ષણ કર્યા બાદ નિર્ણય લઈશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech