ભાવનગર શહેરના સરિતા સોસાયટી કુમુદવાડી ખાતે ત્રણ શખ્સોએ આતંક મચાવ્યો હતો. સરિતા સોસાયટી કુમુદવાડી ખાતે રહેતા અને પાનમાવાની દુકાન ધરાવતા દંપત્તિના ત્રણ શખ્સો દ્વારા ગાળો આપી અને નુકશાન પહોંચાડ્યું હતું. રોડ વચ્ચે ઉભા રહીને ગાળો બોલી વિસ્તારમાં ભય ભર્યું વાતાવરણ ઉભું કર્યું હતું. જોકે આ મામલે બોરતળાવ પોલીસને જાણ થતા પોલોસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના સરિતા સોસાયટી, કુમુદવાડી ખાતે ત્રણ શખ્સો એક્સેસ સ્કૂટર લઇને નીકળ્યા હતા. અને ત્યાં દુકાન ધરાવતા દંપત્તિને ગાળો આપી આતંક મચાવ્યો હતો. શહેરના ચિત્રા વિસ્તારમાં સરીતા સોસાયટીમાં પાનની દુકાને બેસતા પૂજાબેન મકવાણા અને તેના પતિ પરેશભાઈ પોપટભાઈ બંને બેઠા હતા, એ સમયે રવિ ઉર્ફે ભુરો મથુરભાઈ મકવાણા, અજય ઉર્ફે મડો ભરતભાઈ બાંભણિયા અને ચિન્ટુભા ઉર્ફે અક્ષયસિંહ હેલીકોપ્ટર દિલીપસિંહ સરવૈયા ત્રણેય આવીને ગાળાગાળી કરી હતી, અને દેકારો કરી મુક્યો હતો. જેને પગલે આસપાસમાં લોકો એકઠા થઈ ગયા હતા. અને આ ત્રણેય યુવાનોએ ધમકી આપી હતી કે, અમે દુકાને આવીએ ત્યારે પાનમાવો આપી દેવાનો નહીં તો જીવતી નહિ રહેવા દઈએ, જે અંગે પૂજાબેનએ બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ત્રણેયની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. અને ગણતરીની કલાકોમાં ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા. અને બોરતળાવ પોલીસ મથકની ટીમે ત્રણેયને કાયદાનો પાઠ ભણાવી લોકઅપ હવાલે કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application14 કિલો સોનાની દાણચોરી, DGPની દીકરી અને અભિનેત્રી રાન્યા રાવ 18 માર્ચ સુધી જેલમાં
March 05, 2025 11:25 PMચેમ્પિયન્સ ટ્રોફી 2025: દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવીને ન્યુઝીલેન્ડ ફાઇનલમાં પહોંચ્યું
March 05, 2025 10:34 PMઆસારામ કેસમાં મોટો ખુલાસો: સાક્ષીઓ પર હુમલો કરનાર વોન્ટેડ આરોપી તામરાજ શાહુ ઝડપાયો
March 05, 2025 08:07 PMખ્યાતિ હોસ્પિટલકાંડ: ડાયરેક્ટર કાર્તિક પટેલની વધુ એક કેસમાં ધરપકડ, PMJAY કૌભાંડનો પર્દાફાશ
March 05, 2025 07:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech