મગજ ખાઇ જતા વાયરસ ઝોમ્બી ડીયર ડિસીઝનું સંકટ ઘેરું બન્યું

  • December 29, 2023 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૈજ્ઞાનિકો સામે હવે નવી આપત્તિ નામે ઝોમ્બી ડીયર ડિસીઝ આવી છે, કેમકે આ રોગનો કોઈ ઈલાજ કે રસી નથી, પશુના મગજ ખાઈ જતી આ બીમારી માનસમાં ફેલાવાની સંભવિત શકયતા વધી રહી હોઈ ચિંતામાં વધારો થયો છે.સીડીસીના અહેવાલ અનુસાર ૩૧ યુએસ રાયો તેમજ કેનેડામાં ત્રણ પ્રાંતોમાં હરણ અને ઉંદરમાં સીડબ્લ્યુડીની જાણ કરવામાં આવી છે. નોર્વે, ફિનલેન્ડ, સ્વીડન અને દક્ષિણ કોરિયામાં પણ કેસ નોંધાયા છે. જે આખી દુનિયામાં પહોંચતા ચિંતામાં વધારો થયો છે.
ચીનમાં કોરોના વાયરસના નવા સ્વપો અને ન્યુમોનિયા જેવા રોગોના કેસોમાં વધારો થવાને લઈને વિશ્વમાં ચિંતા છે.
આ દરમિયાન અમેરિકામાં ઝોમ્બી ડીયર રોગનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમેરિકાના યલોસ્ટોન નેશનલ પાર્કમાં આ રોગનો એક કેસ જોવા મળ્યો છે. તબીબી નિષ્ણાતોએ પણ માનવીઓમાં તેના ફેલાવા અંગે ચિંતા વ્યકત કરી છે. વૈજ્ઞાનિકો આ રોગને ધીમી ગતિએ ચાલતી આપત્તિ કહે છે.ડોકટરોને ડર છે કે તે સમગ્ર અમેરિકામાં ફેલાઈ રહ્યો છે. યલોસ્ટોન નેશનલ પાર્કમાં આ રોગનો એક કેસ મળ્યા બાદ ચિંતા વધી ગઈ છે કારણ કે આ જીવલેણ રોગનો કોઈ ઈલાજ નથી. આ રોગ સામાન્ય રીતે હરણમાં જોવા મળે છે પરંતુ અભ્યાસ દર્શાવે છે કે તે મનુષ્યોમાં પણ ફેલાય છે. આ રોગને ક્રોનિક વેસ્ટિંગ ડિસીઝ પણ કહેવાય છે. યુએસ હેલ્થ એજન્સી, સીડીસી અનુસાર, આ એક જૂનો અને ભયંકર રોગ છે જે સૌપ્રથમ હરણ, એલ્ક, રેન્ડીયર, સિકા હરણ અને ઉંદરોમાં દેખાય છે. આ વાયરસ, સીડબ્લ્યુડી પ્રિઓન, પ્રાણીઓના મગજને ખાય છે, જેના કારણે તેમના મૃત્યુ થાય છે. તેની કોઈ સારવાર કે રસી નથી. તે પ્રાણીઓ અને માણસો બંનેને અસર કરે છે.


આ રોગના લક્ષણો શું છે?

આ રોગને કારણે, મગજ અને કરોડરુના કોષો અસામાન્ય રીતે વળે છે અને એક સાથે ચોંટી જવા લાગે છે. સંક્રમિત થયાના લગભગ એક વર્ષ પછી, પ્રાણીઓમાં ઉન્માદ, સ્તબ્ધતા, લાળ, આક્રમકતા અને વજન ઘટવા જેવા લક્ષણો દેખાવા લાગે છે. જે ધીરે ધીરે મૃત્યુનું કારણ બની જાય છે.યુ.એસ. જીઓલોજિકલ સર્વે મુજબ, ઝોમ્બી ડીયર રોગનો પ્રથમ કેસ કોલોરાડોમાં ૧૯૬૭માં મળી આવ્યો હતો. અત્યાર સુધી, આ રોગ પ્રાણીઓથી માણસોમાં ફેલાય છે તેના કોઈ અહેવાલ નથી, પરંતુએક સંશોધન દર્શાવે છે કે એવી સંભાવના છે કે તે મનુષ્યોમાં ફેલાય છે કારણ કે આ વાયરસ પાકયા પછી પણ મૃત્યુ પામતો નથી. ખાસ કરીને જો મનુષ્ય ચેપગ્રસ્ત માંસ ખાય તો તે પણ તેનો શિકાર બની શકે છે. બીજી બાજુ, પ્રાણીઓમાં તે તેમની લાળ, પેશાબ, મળ અને લોહી દ્રારા ફેલાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application