જામનગરમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા પરવાનેદાર પાસેથી રૂ. ૩૦૦૦ ની લાંચ લેવાનાં ગુનામા ઝડપાયેલા નાયબ મામલતારને ૧ વર્ષની સજાનો અદાલતે હુકમ કર્યો છે.
જામનગર નાં સસ્તા અનાજ ની દુકાનદાર પાસે થી રૂ. ૩૦૦૦ ની લાંચ સ્વીકારી ઝોનલ ઓફિસ નાં નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય ને તાં. ૨૫/૯/૨૦૧૨ નાં દિવસે છટકુ ગોઠવી ને લાંચ રૂશ્વત વિરોધી શાખા એ ઝડપી લિધા હતા. દુકાનદાર નાં જણાવ્યા મુજબ તેમને હેરાનગતિ ન કરવા માટે જે તે વખતના પુરવઠા ઝોનલ અધિકારી ચેતન ઉપાધ્યાય દ્વારા લાંચ માંગવામાં આવી હતી. તે ફરિયાદના આધારે ગોઠવાયેલા છટકા પછી એસીબીએ ગુન્હો નોંધ્યો હતો.
ઉપરોક્ત કેસ ચાલી જતાં એ સી બી નાં સ્પે.જજ એન આર જોષી એ ઝોનલ અધિકારી ચેતન ઉપાધ્યાય ને ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ હેઠળ તક્સીરવાન ઠરાવી એક વર્ષ ની સજા અને રૂ.૨૦ હજાર નો દંડ નો આદેશ કર્યો છે. આ કેસમા સરકાર પક્ષે એ પી.પી. હેમેન્દ્ર મહેતા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમિત ખુંટ આપઘાત પ્રકરણમાં જેલ હવાલે રહેલા બન્ને એડવોકેટ જામીન મુકત
May 16, 2025 12:32 PM17 મે ની પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ
May 16, 2025 12:24 PMલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMસિકકામાં શ્રમિક યુવાનને ધોકા-ઢીકાપાટુ વડે માર માર્યો
May 16, 2025 12:16 PMઅપહરણના કેસમાં ભોગ બનનાર તથા આરોપીને રાજસ્થાનથી શોધી કાઢતી જામનગર પોલીસ
May 16, 2025 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech