દ્વારકામાંથી વહાણના કિંમતી એન્જિન ચોરાયા: રૂપિયા ૨.૮૯ લાખના બે એન્જિનની ચોરી ફરિયાદ

  • May 16, 2023 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા કાદરભાઈ ઈસ્માઈલભાઈ ભેસલીયા નામના ૪૯ વર્ષના મુસ્લિમ યુવાનના રવિવારે ફિશિંગના દંગામાં રાખેલા હોળીના યામાહા કંપનીના જુદા-જુદા બે મશીનની ચોરી થયાનું ખુલવા પામ્યું હતું.
આ પ્રકરણમાં કુલ રૂપિયા ૨,૮૯,૧૯૧ ની કિંમતના હોળીના બે મશીનની ચોરી થવા સબબ દ્વારકા પોલીસે કાદરભાઈ ભેસલીયાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
**
કલ્યાણપુર દ્વારકા પંથકના પોલીસની કાર્યવાહી
કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામે રહેતા અનિરુદ્ધસિંહ સતુભા ચુડાસમા નામના ૪૨ વર્ષના શખ્સને પોલીસે લોખંડના પાઈપ સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો.
દ્વારકા પોલીસે મોડી રાત્રિના સમયે જલારામ સોસાયટી વિસ્તારમાંથી અનિલ ભીખુભાઈ કોરડીયા નામના ૩૫ વર્ષના શખ્સને લપાતો, છુપાતો, દુકાનોના તાળા તપાસતા ઝડપી લઈ, તેની સામે જી.પી. એક્ટની કલમ ૧૨૨ (સી) મુજબ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application