સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક...યુવકને જાહેરમાં લાકડાના ફટકા મારી કર્યો અધમુવો, જુઓ વિડીયો

  • February 21, 2023 11:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



હાલ સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધે છે. ત્યારે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં અમરોલીમાં જાહેરમાં એક યુવકને માર મારતા હોય તેવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે એક યુવકને લાકડાથી માર મારવામાં આવે છે. તોફાની તત્વોએ યુવક પગે લાગવા મજબૂર કર્યો છે. આવો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. આ ઘટના પરથી લાગે છે કે તોફાની તત્વોને કાયદાનો કે પોલીસનો દર જ નથી.







અસામાજિક તત્વો એટલી અને બેફામ બની ગયા છે કે પોતાનું અસ્તિત્વ અથવા પોતાનો ઋત્વો જાળવવા માટે કોઈપણ હદે જતા હોય છે ત્યારે આ વીડિયો વાયરલ થતાની સાથે જ હવે અમરોલી પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે આ પ્રથમ વખત આવો વીડિયો વાયરલ થયો નથી ભૂતકાળમાં પણ આ જ પ્રકારના વીડિયો વાયરલ થયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application