રાજકોટની ભાગોળે બેડી વાછકપર ગામની સરકારી સ્કૂલના શિક્ષકે સ્કૂલની જ સગીરવયની ૧૨ વિધાર્થિનીઓ સાથે નીચ કક્ષાની હરકતો કરી હતી.આ શિક્ષક આ કુત્ય છેલ્લા એક વર્ષથી કરતો હોવાનું સામે આવ્યું છે.આ મામલે વાલી દ્રારા નોંધાવામાં આવેલી ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે શિક્ષક કમલેશ અમૃતિયા સામે પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ મામલે પોલીસ દ્રારા ભોગ બનનાર છાત્રાઓના વાલીના નિવેદન લેવામાં આવ્યા છે. તો બીજી તરફ આ અધમ કૃત્ય આચરનાર શિક્ષક કમલેશને ઝડપી લેવા માટે પોલીસે શોધખોળ શ કરી છે.
બેડી વાછકપર ગામમાં રહેતાં ૩૪ વર્ષીય ખેડૂતે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વાછકપર બેડી ગામમાં આવેલી સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો કમલેશ અમૃતિયાનું નામ આપતાં કુવાડવા રોડ પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓની સગીર દિકરી ધો.૫ માં ગામની સરકારી સ્કૂલમાં અભ્યાસ કરે છે. થોડાં દિવસ પહેલાં તેઓની પુત્રીએ તેમને જણાવ્યું હતું કે, તે સ્કૂલે જાય ત્યારે તેમના સ્કૂલ ટીચર કમલેશ અમૃતિયા રીસેસના સમયે સ્કૂલમાં આવેલ બગીચામાં તેમની સાથે અન્ય વિધાર્થીનિઓને પણ ત્યાં લઈ જઈ તેના મોબાઈલમાં પોર્ન વિડીયો બતાવી પોતાના કપડાં કાઢી નાંખી વિકૃતતા દેખાડતો હોવાની વાત કરી હતી.જેથી તેઓ ચોંકી ગયા હતા. તેઓએ ગ્રામજનોને વાત કરતાં અન્ય વાલીઓ પણ તેમનો સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા અને આરોપી સામે ફરીયાદ નોંધાવી હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી એકાદ વર્ષથી કૃત્ય કરતો હોવાનું અને તેના પત્ની તે જ સ્કૂલમાં પ્રિન્સિપાલ હોવાનું સામે આવ્યું છે. શિક્ષકે આ પ્રકારે ૧૨ જેટલી છાત્ર સાથે વિકૃત હરકતો કરી હોવાનું સામે આવ્યું છે.
બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી પીઆઈ પી.બી.રજીયાની રાહબરીમાં પીએસઆઇ એ.એ.બ્લોચ તથા ટીમે આરોપીના અયોધ્યા ચોક નજીક આવેલ ઘરે તપાસ કરતાં તે ત્યાંથી નાસી છૂટતાં તેની શોધખોળ હાથ ધરી હતી. આ મામલે પોલીસ દ્રારા ભોગ બનનાર છાત્રાઓના વાલીના નિવેદન લેવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી કહી પૂર્વ ક્રિકેટર આર. અશ્વિન ફસાયો, સોશિયલ મીડિયામાં ઘમાસાણ
January 10, 2025 01:03 PMમાતા-પિતા દીકરીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવવા બંધાયેલા, સુપ્રીમ કોર્ટે આપ્યા કાનૂની અધિકારો
January 10, 2025 12:48 PMદીપિકાએ એલ એન્ડ ટીના ચેરમેનનો ક્લાસ લઈ નાખ્યો
January 10, 2025 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech