પોરબંદરની ગુકુળ મહિલા કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી ત્યારે એવું જણાવ્યું હતું કે શિક્ષક જ્યારે ભણાવે છે ત્યારે વર્ગખંડમાં વિદ્યાર્થીઓનો ચહેરો પણ વાંચે છે.
રાજરત્ન શ્રેષ્ઠી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્ય ક્ધયા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રાચાર્ય ડો.અનુપમ નાગર ના માર્ગદર્શન અને પ્રેરણાથી શિક્ષક દિનની ઉજવણી કરાઈ. જેમાં મુખ્ય મહેમાન તરીકે એમ. ડી. સાયન્સ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ પ્રો. ડો. સી. જી. જોશી ઉપસ્થિત રહેલ. કાર્યક્રમની શઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ. ત્યારબાદ કોલેજની ગીત સંગીત નૃત્ય ધારા તેમજ હિંદી વિભાગના અધ્યક્ષા ડો. શાંતિબેન મોઢવાડિયાએ મુખ્ય અતિથિ તેમજ સૌનું શાબ્દિક સ્વાગત કરેલું.
દરેક વિભાગોમાંથી પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓને પોતાના વિભાગના અધ્યક્ષ દ્વારા પુરસ્કાર એનાયત કરવામાં આવેલ. મુખ્ય મહેમાન ડો. સી. જી. જોશી પોતાનું ઉદબોધન આપતા કહેલ કે, આ ગુરુકુળ તપોભૂમિમાં મહેમાન તરીકે આવીને હું મારા અહોભાગ્ય અનુભવું છું. આપણે કંઈક એવું કરવું જોઈએ કે જે જોઈને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને પણ ખૂબ ખુશી થાય. તેઓએ ગુજરાત યુનવર્સિટીનું એક ઉદાહરણ આપતા કહ્યું કે કોઈએ ત્યાંનાં એક શિક્ષકને પૂછ્યું કે તમે આટલું સરસ કઈ રીતે ભણાવી શકો છો? ત્યારે તે શિક્ષકે કહ્યું કે, હું જે થિયરી ભણાવું છું એ થિયરી શોધનાર વ્યક્તિની આત્મકથા વાંચું છું જેથી મને ખબર પડે કે તે વ્યક્તિએ કોઈ શોધ કઈ રીતે કરી. શિક્ષકની એક નૈતિક જવાબદારી છે જે તે નબળા વિદ્યાર્થીની સામે જઈ તેના લેવલ પર પહોંચી તેને શિક્ષણ આપે જે ખૂબ અઘરી વાત છે જે શિક્ષક કરે છે. જ્યારે શિક્ષક ભણાવે છે ત્યારે તેઓ વિદ્યાર્થિઓના ચહેરા પણ વાંચે છે. તેઓએ બે વૈજ્ઞાનિકો જેનિફર અને ઇમેન્યુઅલની પ્રેરણાદાયક વાત પણ કરેલી. વધારામાં તેઓએ કહેલું કે આજના ટેકનોલોજીના યુગમાં શીખવું એ ખૂબ સહેલું છે કારણ કે, ઓનલાઇન ઘણું સાહિત્ય મળી રહે છે. છતાં પણ ચોક-ડસ્ટર એટલે કે વ્યક્તિગત ટીચિંગનો કોઈ વિકલ્પ નથી. તેઓએ મેનેજમેન્ટના કાર્યમાંથી સમય ફાળવી કાર્યક્રમમાં ઉપસ્થિત સંસ્થાના પ્રાચાર્ય ડો. નાગર તેમજ બહોળી સંખ્યામાં હાજર રહેલા શિક્ષકો અને વિદ્યાર્થીનીઓની પ્રસંશા કરેલી.
ત્યારપછી અંગ્રેજી વિભાગના અધ્યક્ષા તેમજ ગીત સંગીત નૃત્ય ધારાના સભ્ય ડો. કેતકીબેન પંડ્યાએ આભાર દર્શન કરેલ. કાર્યક્રમનું સમાપન શાંતિપાઠથી કરાયેલ. કાર્યક્રમમાં કુલ ૧૧૦ વિદ્યાર્થીનીઓએ શિક્ષક બની અને પોતાનું પ્રદાન આપેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના ઉપાચાર્ય પ્રો. રોહિણીબા જાડેજા, ગીત સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષા ડો. શાંતિબેન મોઢવાડિયા, સભ્ય ડો. કેતકીબેન પંડ્યા, પ્રો. અદિતિબેન દવે, પ્રો. અમીબેન પઢિયાર તેમજ વિદ્યાર્થીની પ્રતિનિધિઓએ એ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સંચાલન પ્રો. અદિતિ દવે તેમજ પ્રો. અમી પઢિયારે કરેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech