એસીબી દ્વારા આઠેક વ્યકિતઓની પૂછપરછ: હજુ પણ આરોપીઓ ફરાર
જામનગરની જી.જી.હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા લાંચ કેસમાં એક પટ્ટાવાળા ઉપર એસીબીએ છટકુ ગોઠવ્યા બાદ આ પટ્ટાવાળો નાશી છુટયો હતો, ત્યારબાદ મેડીકલ બોર્ડ અને મેડીસીન વિભાગના બે કર્મચારીને ઘેર બેસાડી દેવામાં આવ્યા છે, સમગ્ર પ્રકરણના અંતે આઠેક જેટલી વ્યકિતઓની પૂછપરછ કરવામાં આવી છે અને આ હોસ્પિટલના અધિક્ષક ડો.દિપક તિવારીને જરી સાહિત્ય સાથે ગાંધીનગર બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
આ અંગેની વિગત એવી છે કે, મેડીકલ સર્ટીફીકેટ કાઢી આપવા માટે પટ્ટાવાળા અશોક પરમાર દ્વારા લાંચ માંગવામાં આવી હતી અને તેનો પ્રથમ હપ્તો પણ ચુકવી દેવાયો હતો, બીજા હપ્તામાં એસીબીમાં ફરિયાદ કયર્િ બાદ છટકુ ગોઠવાયું હતું, ત્યારબાદ મેડીકલમાં ફરજ બજાવતાં રાજેશ કંટારીયા અને મેડીસીન વિભાગના કલાર્ક મહેશ લવાને ફરજ મુકત કરવામાં આવ્યા છે. કોલેજના એક મહીલા કર્મચારીની પણ એસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળી છે.
સમગ્ર પ્રકરણ અંગે જી.જી.હોસ્5િટલના અધિક્ષક ડો.દિપક તિવારીને ગાંધીનગરનું તેડુ આવતા તેની પાસેથી વિગતો સરકાર મેળવશે અને આ પટ્ટાવાળાને સ્પેશ્યલ ઓફીસ કોણે આપી ? તેમજ અન્ય ફરિયાદ અંગે પણ તેમની પાસેથી વિગત મેળવાશે, આમ હજુ પટ્ટાવાળાની ધરપકડ થઇ નથી પરંતુ સમગ્ર પ્રકરણની ચારેકોર ચચર્િ શ થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech