અમેરિકામાં પોતાને ભવિષ્યમાંથી આવનાર ટાઈમ ટ્રાવેલર ગણાવનાર એક શખશે એવી આગાહી કરી છે કે વર્ષ ૨૦૨૪ના અતં સાથે ઘણી ભયાનક આફતો આવશે જેને આખી દુનિયા કયારેય પણ નહીં ભૂલી શકે. આગાહીકારે એટલે સુધી કહ્યું કે સૂર્ય ૧ અઠવાડિયા માટે ગાયબ થઈ જશે અને અસાધ્ય બીમારી આખી દુનિયામાં ફેલાશે. ઓસ્ટ્રેલિયામાં ગગનચુંબી જિરાફ અને ૬૦ ફટના પતંગિયા સાથે ઘણા એવા જાનવરો મળશે જેને લોકો પહેલી વાર જોશે. એક આવી જ ઘટના આ મહિનામાં એટલે કે સપ્ટેમ્બરમાં થવાની છે.
ટીકટોક યુઝર ઈનો અલારિક એવો દાવો કરે છે કે તેઓ ટાઈમ ટ્રાવેલર છે. તે પોતાને ૨૬૭૧નો ટાઈમ ટ્રાવેલર કહે છે. ઈનોએ આ વર્ષના અંતમાં દુનિયાની પાંચ મોટી ઘટનાઓ વિશે ભવિષ્યવાણી કરી છે. ઈનો અલારિકે ૨૦૨૪ના અતં સુધીમાં બનનારી પાંચ ઘટનાઓની જાણકારી શેર છે. તેના ટીકટોક અકાઉન્ટ પર ૯,૦૦,૦૦૦થી વધારે ફોલોઅર્સ છે.
ઈનો અલારિકે પહેલા પણ ધરતી પર એલિયનના આવવાની, પૃથ્વી સાથે જોડિયા ગ્રહો ટકરાવવાની અને વિશ્વ યુદ્ધ ૩ની શઆતની ચેતવણી આપી હતી. જે બધી જ સદંતર ખોટી સાબિત થઇ છે. તેને પોતાની લેટેસ્ટ પોસ્ટમાં પાંચ મોટી ઘટનાઓની ભવિષ્યવાણી કરી છે જે ૨૦૨૪ના અતં પહેલા થશે.
ઈનોની પ્રથમ આગાહી આગામી ૨૦મી સપ્ટેમ્બરની છે. જેમાં તેણે ઓસ્ટ્રેલિયામાં જિરાફ અને અન્ય વિશાળકાય જાનવરોની શોધની વાત કહી છે. ઈનોએ દાવો કર્યેા છે કે ઓસ્ટ્રેલિયાના એક છુપાયેલા હિસ્સામાં ૭૦ પ્રકારના જાનવરોના મોટા વેરિએન્ટ જોવા મળશે. જેમાં ૩ ફટનો સ્પાઈડર, ૬૦ ફટનું પંતગિયુ અને સ્કાઈસ્ક્રેપર જેવડા જિરાફ સામેલ છે.
ઈનોએ ભિવષ્યવાણી કરી છે કે ૨૩ ઓકટોબરે સૂર્ય એક અજીબ પ્રકારની એનર્જી છોડશે મનુષ્યોને તેમના મૃત્યુ વિશે જણાવવામાં મદદ કરશે. ઈનોના અનુસાર, સૂર્ય એક અનોખી ઉર્જા રિલીઝ કરે છે. જે લોકોએ એ જોવામાં મદદ કરે છે કે તેઓ કેવી રીતે મરશે. આ લાખો લોકો માટે દરરોજ થાય છે અને કેટલાક લોકો અમર રહેવાનું પણ શીખી જાય છે.
ઈનોએ પોતાની ત્રીજી ભિવષ્યવાણીમાં કહ્યું છે કે, ૨૫ ઓકટોબરના રોજ મશહર સંગીતકાર અચાનક પાછા આવશે જેને મૃત માનવામાં આવ્યા છે. તેઓ પોતાના સંગીત કરિયરની શઆત કરશે. તેઓ પાછા આવ્યા પછી પ્રખ્યાત મનુષ્ય બની જશે.
ઈનોએ ચોથી ભવિષ્યવાણીમાં કહ્યું કે, ૯ નવેમ્બરના રોજ સૂર્ય એક અઠવાડિયા માટે ગાયબ થઈ જશે. તેના કારણે દુનિયામાં પહેલી વખત પર્જ જેવી સ્થિતિ સર્જાશે. જેમાં સામાજિક અરાજકતા વધી શકે છે.
ઈનોએ વર્ષના અંતની પોતાની છેલ્લી ભવિષ્યવાણીમાં કહ્યું કે, ૧૨ નવેમ્બરે એન્ટાર્કટિકામાં બરફની નીચે એક એલિયન જેવી વસ્તુ મળશે. જે રહસ્યમયી બીમારીનું કારણ બનશે અને આ બીમારી ઝડપથી આખી દુનિયામાં ફેલાશે, આ બીમારીનો કોઈ ઈલાજ નહીં હોય. ઈનીનો ભવિષ્યવાણીને લઈને લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ભવિષ્યવાણીની સત્યતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMSBIએ ATM વિડ્રોલના નિયમો બદલ્યા, હવે વધુ ટ્રાન્ઝેક્શન પર ચૂકવવા પડશે આટલા રૂપિયા
April 08, 2025 10:30 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech