BREAKING NEWS

સત્તાની સેમી ફાઇનલના શિલ્પી ભુપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્ર્વકર્મા, સંઘવીની સફળ રણનીતિ

  • April 29, 2026 09:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ અને સનિક સ્વરાજની સંસઓમાં ભાજપના ભવ્ય વિજય પાછળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવીની ત્રિપુટીની વ્યૂહરચના નિર્ણાયક રહી છે.
ભૂપેન્દ્ર પટેલના સૌમ્ય નેતૃત્વ, જગદીશ વિશ્વકર્માના સંગઠનાત્મક કૌશલ્ય અને હર્ષ સંઘવીના યુવા જોશ તા માઇક્રો-પ્લાનિંગે વિરોધીઓને પસ્ત કર્યા છે. આ ’સત્તાની સેમીફાઈનલ’માં સચોટ અમલીકરણ અને કાર્યકર્તાઓના મનોબળને કારણે ભાજપે એકહથ્ુ શાસન જાળવી રાખ્યું છે. આ જીત ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટે મજબૂત પાયો માનવામાં આવે છે.
ગુજરાતમાં સત્તાની સેમિફાઈનલ ગણાતી સનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પ્રચંડ વિજય મેળવીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. ૨૦૨૬ની આ ચૂંટણીઓમાં ભાજપે નવરચિત મહાનગરો સહિત તમામ ૧૫ મહા નગર પાલિકાઓ, ૭૪માંી ૭૫ી વધુ નગરપાલિકાઓ, ૨૬૦માંી ૨૩૦ી વધુ તાલુકા પંચાયતો અને ૩૪માંી ૩૩ જિલ્લ ા પંચાયતોમાં ભવ્ય જીત હાંસલ કરી છે.
વર્ષ ૨૦૨૧માં સી.આર. પાટીલ અને વિજય રૂપાણીની જોડીએ જે વિજય પતાકા લહેરાવી હતી, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ત્રિપુટીએ આગળ ધપાવી છે. ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા આ પરિણામો ભાજપ માટે ખૂબ જ પ્રોત્સાહક માનવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આદિવાસી પ્રભુત્વ ધરાવતી નર્મદા જિલ્લ ા પંચાયતમાં ભાજપને મળેલી હાર અને અમદાવાદના ખાડિયા વોર્ડમાં યેલા નુકસાન જેવા જૂજ અપવાદોને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં કેસરીયો લહેરાયો છે.ચૂંટણીના સંપૂર્ણ પરિણામો જાહેર યા બાદ હવે ભાજપ દ્વારા આગામી બે દિવસમાં એક મહત્વની બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં મુખ્યમંત્રી અને પ્રદેશ નેતૃત્વની હાજરીમાં પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવશે. 
આ ઉપરાંત, વિજેતા બનેલી સંસઓમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને જિલ્લ ા-તાલુકા પંચાયતના પ્રમુખોની નિમણૂક માટેની પ્રક્રિયા હા ધરવામાં આવશે. આ માટે નિરીક્ષકોની નિમણૂક કરી પદાધિકારીઓની પસંદગીનો રોડમેપ તૈયાર કરાશે.જોકે, આ વિજયની વચ્ચે ભાજપ માટે કેટલાક પડકારો પણ સામે આવ્યા છે. ટિકિટ વિતરણમાં ધારાસભ્યોની ગોઠવણ અને કાર્યકરોમાં રહેલો અસંતોષ કેટલીક બેઠકો પર નડ્યો હોવાનું મનાય છે. ખાસ કરીને મતદાર યાદીમાં ક્ષતિઓ અને મતદાર સ્લિપ સમયસર ન પહોંચવાના કારણે કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. બીજી તરફ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કેટલીક જગ્યાએ સુધારો નોંધાવ્યો છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. હવે ભાજપની નજર ૨૦૨૭ના લક્ષ્યાંક પર કેન્દ્રિત ઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application