જર્મનીની એજન્સી ના સમર્થન સાથે આવાસ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, જર્મન ફેડરલ મિનિસ્ટ્રી ફોર ઇકોનોમિક કો–ઓપરેશન દ્રારા કમિશન્ડ કરાયેલ સસ્ટેનેબલ અર્બન મોબિલિટી, એરકવોલિટી, કલાઇમેટ એકશન અને એકસેસિબિલિટી સંબંધિત ક્ષેત્રના પ્રોજેકટની અમલવારી માટે ટેકનીકલ સહયોગ ઉપલબ્ધ બનવા જઈ રહ્યો છે. આ પ્રોજેકટ ભારતના પાંચ રાયો (ઓડિશા, ગુજરાત, કેરળ, કર્ણાટક અને મેઘાલય)માંથી પસદં કરેલા નવ શહેરોમાં લાગુ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાંથી રાજકોટ અને સુરત શહેરનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પ્રોજેકટ અનુસંધાને આજે રાજકોટ મહાનગરપાલિકા અને એજન્સી દ્રારા કમ્પ્િલટ સ્ટ્રીટ ડેવલપમેન્ટ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ વર્કશોપમાં મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, સિટી ઇજનેરો, ટાઉન પ્લાનિંગ અધિકારી, અર્બન પ્લાનર તેમજ એસયુએમ–એસીના ટીમ લીડર ઝોહરા મુતાબન્ના, જર્મન એજન્સીના ટેકનીકલ એપર્ટ ક્રિષ્ના દેસાઈ, પ્લાનર એન્ડ સ્ટેટ કો ઓર્ડીનેટર ગુજરાત જીએફએના નિલેશ પ્રજાપતિ, સ્ટુડિયો લીડ એન્ડ જનરલ મેનેજર પ્લેસ મેકિંગ આર્કેડીસ સંદીપ અને રાજકોટ મહાનગરપાલિકાના તેમજ શહેર પોલીસના અધિકારી–કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નાના ફેરફારોથી ટ્રાફિક ભારણ ઘટી શકે: પૂજા યાદવ
આ અવસરે ડીસીપી (ટ્રાફિક) પૂજા યાદવે જણાવ્યું હતું કે, નાની નાની બાબતો પણ ઘણી વખત મહત્વની બની જતી હોય છે. ભૌતિક માળખાકીય સુવિધાઓને લાગે વળગે છે ત્યાં સુધી કેટલાક નાના નાના ડેવલપમેન્ટ કરવાથી પણ મોટા ફાયદા થતા હોય છે. શેરી–ગલીઓમાં કેટલાક નાના નાના ફેરફારોથી મોટા રસ્તાઓ પરનું પરિવહન ભારણ ઘટી શકે છે
કમ્પલિટ સ્ટ્રીટ ડિઝાઇન તૈયાર થશે: કમિશનર
વર્કશોપમાં મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્રારા બેઝીક સુવિધાઓ જેવી કે, ગટર, પાણી અને ડ્રેનેજની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે જ છે તે ઉપરાંત ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા સ્ટ્રીટ ડિઝાઈન પર ભાર મૂકી રહી છે
વિશ્ર્વના શહેરોની શેરીઓના રિસર્ચનું પ્રેઝન્ટેશન
એસયુએમ અને એસસીએના ટીમ લીડર ઝોહરા મુતાબન્નાએ શહેરની શેરીઓ અંગે કરેલા રીસર્ચ બાબતે પીપીટી મારફતએ દર્શાવાનો પ્રયાસ કર્યેા હતો શેરી–ગલીઓ કેવી રીતે વિકસાવી શકાય.રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન શહેરના આંતરિક રસ્તાઓને હાઈ–વે થતા અટકાવવા તદુપરાંત જરી સ્ટ્રીટ ફર્નિચર સાથે તેને ડેવલપ કરવા માટે એસયુએમ–એસસીએ પ્રોજેકટ અંતર્ગત સ્ટ્રીટ ટાઇપોલોજીનો અભ્યાસ કરીને તેની ડિઝાઇન ગાઇડલાઇન પર કામ કરી રહેલ છે. આ વર્કશોપમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનના સ્ટાફને કમ્પ્લીટ સ્ટ્રીટ ડેવલોપમેન્ટ માટેના આયોજન, ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને જાળવણી માટેના વિવિધ અભિગમો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબદ્રીનાથ-કેદારનાથ માટે ઓનલાઈન પૂજા બુકિંગ શરૂ, પહેલા દિવસે બંને ધામોમાં 93 પૂજા બુક
April 10, 2025 09:53 PMધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech