વેણુ નદીના કાંઠે વસેલા સિદસર ખાતે પંચદિવસીય શ્રીયા શતાબ્દી મહોત્સવમ ઉમાયા માતાજી મંદિર સિદસર દ્રારા અમલી બનાવાયેલ ઉમીયા સમૃધ્ધી યોજના–૩ અંતર્ગત ગઈકાલે પ્રથમ દિવસે ૪૪ કરોડ થી વધુના દાનની જાહેરાત દાતાઓ દ્રારા કરવામાં આવી છે. વેણુ નદીના કાંઠે સાંજે યોજાયેલી સહક્રદિપ આરતીમાં પાટીદારો હજારો દિવડા–મશાલ સાથે જોડાયા હતા. લેસર શોમાં વેણુ નદીમાં ખાસ ઉભા કરવામાં આવેલ પ્રતિબીબ દ્રારા મા ઉમીયાના પ્રાગટની ગાથા દર્શાવવામાં આવેલ હતી. કૃષિ સંમેલનમાં ઉપસ્થિત રાજયપાલ, આચાર્ય દેવવ્રતએ પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપ્યુ.
પાટીદારોના કુળદેવી માં ઉમીયાના સાનિધ્યમાં વેણુ નદીના કાંઠે યોજાયેલ સહક્રદિપ મહા આરતીમાં હજારો દિવડા મશાલના સથવારે રંગારગં દશ્યો સર્જાયા હતા. ગંગા કિનારે થતી આરતીની માફક યોજાયેલ મહા આરતીમાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો. પાટીદારોએ ભાવપૂર્વક ભાગ લઈ મહાઆરતી કરી હતી. માં ઉમીયાની આરાધના થકી સરસ્વતીના સાધના ના સુત્ર સાથે યોજાયેલ શ્રી ૧ શતાબ્દી મહોત્સવમાં સૌરાષટ્રભરના પાટીદારો ભાગ લઈ રહ્યા છે. ઉમીયા માતાજી મંદિર સિદસર દ્રારા અમલી ઉમીયા સમૃદિધ યોજના–૩ અંતર્ગત ા.૪૦૦ કરોડના સામાજિક વિકાસ કાર્ય માટે મહોત્સવના પ્રથમ દિવસે દાતાઓએ ા.૪૪ કરોડના દાનની જાહેરાત થઈ હતી.
પરસોતમ પાલાએ પાટીદારોના કૃષિ જીવન અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતુ કે, જુના જમાનામાં ખેડૂતો સંતોષી હતા અને પશુપાલન સાથે જોડાયેલ હતા. આઝાદી સમયે ભારતમાં ઘઉં આયાત કરવા પડતા હતા. પરંતુ હવે ખેડૂતોના પરસેવાના પરિણામે ભારતની ૧૪૦ કરોડની પ્રજા ઉપરાંત અન્ય ૩૦ જેટલા દેશમાં ઘઉં નિકાસ થઈ રહયો છે. એવી રીતે કપાસ, મગફળી, સહીતના ઉત્પાદનમાં વધારો થયો છે. નર્મદા યોજના થકી સુરેન્દ્રનગર કચ્છના ખેડૂતોને લાભ થયો. ખેતી કરતા કણબી હવેના સમયે ઉધોગ તરફ વળ્યા છે ત્યારે પાટીદારો આધુનિક અને પ્રાકૃતિક ખેતી તરફ નમુનાપ કાર્યમાં કામગીરી કરે તેવી અપીલ કરી હતી.
મહોત્સવના બીજા દિવસે કૃષિ સંમેલનમાં રાયના કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલએ જણાવ્યું હતું કે ખેતી સાથે જોડાયેલ પાટીદાર સમાજે કૃષિ ક્ષેત્ર અનેક કાંતીઓ સર્જી છે. પરંતુ જંતુનાશક દવા, રાસાયણિક ખાતરના ઉપયોગ થી ખેતીની જમીન બિન ઉપજાવ બની છે. ત્યારે શાકભાજી, અનાજ, ફળોના ઉત્પાદન માટે દવાઓ રાસાયણીક ખાતરના ઉપયોગના બદલે પ્રાકૃતિક ખેતી કરી પર્યાવરણ અને ખેતી બચાવવા ખેડૂતોને આહવાન કયુ હતું. કૃષિ સંમેલનમાં મહોત્સવના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીએ ઉમિયા માતાજી મંદિર સિદસરની ઉમીયા સમૃધ્ધિ યોજના–૩ માં પાટીદાર સમાજના દિલેર દાતાઓના સહયોગથી સામાજિક વિકાસના ભગીસ્થ કાર્ય થશે. પંચદિવસીય મહોત્સવની ૧૦૨ જેટલી સમિતીમાં ફરજ બજાવી મહોત્સવને ચાર ચાંદ લગાવી દેનાર ૬પ૦૦થી વધુ સ્વયંસેવકોની સેવાને બિરદાવી હતી.
રાજયપાલ આચાર્ય દેવવ્રતએ કૃષિ સંમેલનમાં જણાવ્યું હતુ કે વિધા સરસ્વતી, વિરતા માટે દુર્ગા, જીવન ઉત્કર્ષ માટે લમી અને ધર્મ માટે જગતજનની માં ઉમીયા સહીત માતૃશકિતની ઉપાસના કરવામાં આવે છે. પાટીદાર સમાજે શ્રી૧ સતાબ્દી મહોત્સવની ઉજવણી સાથે શિક્ષણધામ સહીત સમાજ ઉપયોગી કાર્યના સંકલ્પો નવી પેઢી માટે શિક્ષણ ઉન્નતિ અને પ્રગતીના દ્રાર ખોલી, વ્યસન મુકત સમાજના નિમાર્ણ સહીત પ્રકલ્પો શિક્ષીત પાટીદાર સમાજનું નવ નિમાર્ણ કરશે. જીવનમાં ધર્મ જોડાણ સારા કર્મમાં નિમીત બનરો, તેમણે સારા ખરાબ કર્મની વાત દુપટાંત સાથે સમજાવી હતી. આવા મહોત્સવ થકી સમાજમાં લોક કલ્યાણના કાર્યેા થશે અને રાષ્ટ્ર્ર નિમાર્ણમાં સહયોગી બનશે. દેવવ્રતએ ૪૦૦ કરોડની ઉમીયા સમૃધ્ધી યોજના–૩ને બીરદાવતા કહયુ હતુ કે શિક્ષણનું દાન એ શ્રેષ્ઠ દાન છે. ઝેર મુકત અને પ્રાકૃતિક ખેતીની હિમાયત કરતા તેમણે વધુ ઉત્પાદન માટે યુરીયા, જંતુનાશક દવાના વપરારાથી ફળદ્રત્પપ જમીન અને અળસીયા નાશ પામી રહયા છે. પરિણામે ભાત, ઘઉં જેવા અનાજોમાં ૬૫ ટકા પોષક તત્વો નાશ પામી રહ્યાનું વૈજ્ઞાનિક શોધમાં સાબીત થતું છે. જે માનવ જીવન માટે વિનાશક છે. ધરતી પર પ્રાકૃતિક ખેતી વધશે તો પાણી અને પર્યાવરણી બચત થશે. પરિણામે પ્રાકૃતિક ખેતીનું અને પાકૃતિક આહારનું ચલણ વધારવું જોઈએ તેવો અનુરોધ કર્યેા હતો.
સિદસર ખાતે કૃષિ સંમેલનમાં સમારોહના અધ્યક્ષ તરીકે ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, ઉદઘાટક તરીકે રાજયપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય મહેમાન તરીકે કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવરીયા, અતિથિવિશેષ તરીકે વિશ્વ ગુજરાતી સમજના પ્રમુખ સી.કે. પટેલ, ઉંઝાના પૂર્વ પ્રમુખ મણીભાઈ મમ્મી, અમદાવાદના કાંતિભાઈ રામ, પ્રહલાદભાઈ. પાટીદાર સમાજ અમદાવાદના પ્રમુખ મગનભાઈ જાવીયા, પાટીદાર સમાજ વડોદરાના પ્રમુખ મણીભાઈ વાછાણી, પાટીદાર સમાજ સુરતના પ્રમુખ વજુભાઈ માણાવદરીયા, પાટીદાર સમાજ મુંબઇના પ્રમુખ ગીરીશભાઈ ગોવાણી, સુરેન્દ્રનગરના પરસોતમભાઈ વરમોરા, મુંબઈના ભગવાનજીભાઈ હેદપરા ઉપસ્થિત રહયા હતા
યુવાઓએ જગં જીતવા જાતે તરવું પડશે: જય વસાવડા
શ્રી ૧ શતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે યોજાયેલા યુવા સંમેલનમાં અધ્યક્ષ સ્થાને રાજકોટના ઉધોગપતી ચીરાગભાઈ પાણે પાટીદાર યુવાનોને પરિવાર કુટુંબની ઓળખાણ મોટી કરવા જણાવ્યું હતું તેમજ દરરોજ પરિવાર જનોએ સાથે બેસી ગુ સભા કરવી જોઈએ. યુવાનોને ઉધોગ ધંધા માટે પ્લેટ ફોર્મ દિશા આપવા કાર્ય થવું જોઈએ, તેવી નેમ વ્યકત કરી. યુવા સંમેલનમાં સુપ્રસીધ્ધ લેખક તથા મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, યુવાઓએ જીંદગીની જગં જીતવી હોય તો જાતે જ તરવું પડશે. હસતા મોઢે પડકારોને જીલવા તથા પ્રહાર કરવાની ક્ષમતા કેળવવી પડશે. જગતમાં હાર જેવી ચીજ નથી કાંતો સીખવા મળશે કાંતો જીતવા મળશે. યુવાનોએ આત્મ વિશ્વાસ વધારવા માટે અનુભવ વધારવો પડશે. ધીરજ અને આત્મ વિશ્વાસ થકી સફળતા હાસલ થાય છે. તેમણે અનેક મહાનુભાવોના દ્રષ્ટ્રાંત આપી સંમેલનને પ્રેરણા આપી હતી. આ સંમેલનમાં અતિથી વિશેષ તરીકે આઈઆઈટી મુંબઈના રાજ ગોઠી, સમગ્ર ભારતમાં આઈ.આઈ.ટી ગલ્ર્સમાં દ્રિજા ધર્મેશ પટેલ, યુવા ઉધોગપતિઓ નિધેય પાણ, મનોજ વરમોરા, અંકુર ભાલોડીયા, પરેશ હાંસલીયા, સાગર ગોવાણી, નિલેશ ઘેટીયા. લવ ઉકાણી, સમીર હાંસલ, વિરલ ઠોરીયા, રીષી કણસાગરા, રાહત્પલ ગોવાણી, જયેશ કૈલા. આદિત્ય પટેલ, જયસુખ લિખીયા, ડો. મેહત્પલ બરાસરા, બ્રિજેશ કાલરીયા, રાજ સાપરીયા, જયેશ જાવીયા, સુખદેવ ફળદુ, ઉપસ્થિત રહયા હતા. ઉમીયાઘામના ટ્રસ્ટી હર્ષિતભાઈ કાવરએ સ્વાગત પ્રવચન આપેલ હતુ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMટ્રમ્પના એક આદેશથી હજારો શરણાર્થીઓ બેઘર થશે, જાણો ભારતીયો પર કેટલું સંકટ
January 24, 2025 04:59 PMજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech