ભારતીય શેરબજારમાં ઘટાડો અટકવાનું નામ લેતો નથી. આજે પણ સેન્સેકસ ૬૦૬ પોઈન્ટ ઘટીને ૭૭,૫૬૯ ઉપર ટ્રેડ થયો હતો. જયારે નિટી ૧૭૦ પોઈન્ટ ઘટીને ૨૩,૫૧૮ ના સ્તરે પહોંચ્યો હતો. સેન્સેકસ કંપનીઓમાં ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો, ઝોમેટો, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સન ફાર્મા, પાવર ગ્રીડ, બજાજ ફાઇનાન્સ અને એનટીપીસીના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો. મિડકેપ અને સ્મોલકેપ શેર પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
ટ્રેડિંગ દરમિયાન, સેન્સેકસના ૩૦માંથી પાંચ શેરોમાં વધારો જોવા મળ્યો, યારે ૨૫ શેર ઘટાડાના લાલ નિશાનમાં ટ્રેડિંગ કરતા જોવા મળ્યા. બીજી બાજુ, નિટી પર નજર કરીએ, તો આજે ૨૯ શેરોમાં વધારો જોવા મળ્યો, યારે ૨૧ શેરોમાં ઘટાડો જોવા મળ્યો. ટ્રેડિંગ દરમિયાન, એનએસઈ સેકટરલ ઇન્ડેકસમાં નિટી ઓટોમાં ૦.૬૫ ટકા અને ઓટો સેકટરમાં ૦.૫૦ ટકાની મજબૂત તેજી જોવા મળી.
વૈશ્વિક બજાર પર નજર કરીએ તો, આજે જાપાનનો નિક્કીમાં ઘટાડો થયો હતો. જાપાનનો નિક્કી ૦.૭૬ ટકા ઘટો, યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેકસ પણ ૦.૨૬ ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, કોરિયાના કોસ્પી ઇન્ડેકસમાં ૦.૪૨ ટકાનો વધારો થયો હતો. આ પહેલા ગઈકાલે યુએસ ડાઉ જોન્સ ૦.૨૫ ટકાના વધારા સાથે ૪૨,૬૩૫ પર બધં થયો હતો, યારે એસ એન્ડ પી ૫૦૦ ઇન્ડેકસ પણ ૦.૬ ટકાના વધારા સાથે ૫,૯૧૮ પર બધં થયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં 36 મામલતદારોની બદલી અને બઢતી...જૂઓ લીસ્ટ
January 09, 2025 11:25 PMFire in Los Angeles: બળીને રાખ થઈ જશે હોલીવુડ...કેલિફોર્નિયામાં જંગલની આગથી ભારે તબાહી...જૂઓ ફોટો
January 09, 2025 11:06 PMઅમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ, 80 વર્ષના વૃદ્ધ પણ સંક્રમિત
January 09, 2025 11:03 PMમોરબીમાંથી રૂપિયા 2.65 લાખની ચાઈનીઝ દોરી સાથે એકની ધરપકડ
January 09, 2025 11:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech