શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટનો દાદર ધડાકા સાથે પત્તાના મહેલની માફક ઢગલો થયો ગયો હતો. મરામતનું કામ ચાલી રહ્યુ હતું. અને બેલદારો, કડીયા ચા પિવા ખોટી થયા હતા. એ સમયે જ ધડાકો થયો હતો. સદ્દનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. જર્જરિત એપાર્ટમેન્ટને તંત્ર દ્વારા નોટિસ ફટકારી હતી, ઘટનાના પગલે ૧૬ વ્યક્તિઓના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
ચોમાસાના આરંભે મહાનગર પાલિકા દ્વારા અનેક ફ્લેટ, મિલકતોને નોટિસો ફટકારી હતી, જર્જરિત મિલકતો ખાલી કરવા અથવા ઈજનેરનું સટીફિકેટર રજુ કરવા તાકિદ કરી હતી, જેમાં કૃષ્ણનગર વિસ્તારમાં ગીતા ચોક પાસે આવેલો ઋષભદેવ એપાર્ટમેન્ટનો પણ સમાવેશ થાય છે. ફ્લેટ સંભવત: વર્ષ ૧૯૯૦-૯૨ આસપાસ બનાવાયો હતો, હાલમાં ખખડધજ એપાર્ટમેન્ટનું હાલ મરામત કામ ચાલી રહ્યું છે.દરમિયાનમાંએપાર્ટમેન્ટના માળનો દાદર ધડાકા સાથે નીચે પડયો હતો. ત્રણ માળિવા ઋષભદેવ એપાર્ટમેન્ટમાં ૨૪ પરિવારો રહે છે, આ ઘટના દરમિયાન રિનોવેશન કરવા કામદારો ચા પિવા થોડીવાર બેઠા હતા, ત્યા જ આ ઘટના ઘટી હતી, કારણ કે નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં જ રિપેરિંગ, પ્લાસ્ટરનું કામ ચાલી રહ્યું છે.
ઘટનાની જાણ થતા જ ફાયર બિગેડનો સ્ટાફ દોડી ગયો હતો, કુલ ૧૯ લોકોના રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાના પગલે આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા હતા. જોકે, સદ્દનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. ઘટનાના પગલે મ્યુ. અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. બનાવથી રહીશોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech