મૈસૂર સિલ્કની સાડી પર રામાયણની વાર્તા કંડારતા 10 દિવસ, 100 ક્લાક લાગ્યા હતા
આલિયાએ રામ મંદિરના ઉદ્ઘાટન માટે કર્ણાટકની મૈસૂર સિલ્કની સાડી પહેરી હતી તેના પલ્લુ પર રામાયણની મહત્વપૂર્ણ ક્ષણોનું નિરૂપણ કરવામાં આવ્યું છે, આ સાડી ચર્ચાનું કેન્દ્ર બની છે.
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં પહેરી સિલ્કની સાડી પહેરી હતી. સાડીની સુંદરતા એ હતી કે, તેની પર 'રામાયણ'ની વાર્તા દર્શાવવામાં આવી હતી,આલિયાની સાડીની કિંમત લગભગ 45,000 રૂપિયા.
અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં બૉલીવુડના દિગ્ગજ કલાકારો સહિતના મહેમાનો હાજર રહ્યા હતા. આ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સિલ્કની સાડી પહેરી હતી.સાડી પર શિવ ધનુષ્ય તોડતા, રાજા દશરથનું વચન, ગુહા સાથે હોડીમાં સોનાનું હરણ, અપહરણ, રામ સેતુ, ભગવાન હનુમાન માતા સીતાને વીંટી ભેટ આપતા અને રામ પટ્ટાભિષેક જેવા દ્રશ્યો દોરવામાં આવ્યા હતા.
100 કલાકમાં તૈયાર થઈ હતી આ સાડી
આલિયાએ જે સિલ્ક સાડી પહેરે હતી તે ડિઝાઇન કરનાર કંપનીના વડા ભારતી હરીશે જણાવ્યું હતું કે, આલિયાએ રામ મંદિરના ઉદ્ઘાટન માટે કર્ણાટકની મૈસૂર સિલ્કની સાડી પહેરી હતી. તેના પલ્લુ પર તમે રામાયણમાં વર્ણવેલ મહત્વપૂર્ણ ક્ષણોનું નિરૂપણ જોઈ શકો છો. રામે શિવનું ધનુષ્ય તોડવું, રામને જંગલમાં જવાનું કહેવામાં, ગંગા પરનો પુલ, સુવર્ણ હરણ અને અપહરણ સહિતની અન્ય વિગતોનો ઉલ્લેખ છે. તેને પૂર્ણ કરવા માટે બંને કલાકારોએ 10 દિવસ સુધી સતત કામ કર્યું. આ એક કસ્ટમ મેડ સાડી છે.
જાણો કેટલી છે આ સાડીની કિંમત ?
ડિઝાઇન કરનાર કંપનીના વડા ભારતી હરીશે પણ જણાવ્યું કે, આલિયાની સાડીની કિંમત લગભગ 45,000 રૂપિયા છે.લોકોને આલિયાની આ સાડી ખૂબ જ પસંદ આવી રહી છે. આલિયાની સાથે તે રણબીર કપૂરના પણ વખાણ કરી રહી છે. આલિયાએ સાડી પહેરી હતી જ્યારે રણબીરે સફેદ કુર્તા પાયજામા પહેર્યો હતો. આ સાથે તેણે સફેદ રંગની શાલ પણ પહેરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech