અવાજના જાદુગર અમીન સયાની ન રહ્યા

  • February 21, 2024 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાણીતા રેડિયો એનાઉન્સરનું 91 વર્ષની વયે હાર્ટ એટેકેથી નિધન


અવાજની દુનિયાના જાદુગર અને કસબી અમીન સયાનીએ આ ફાની દુનીયાને અલવિદા કરી દીધી. જો કે તેમનો અવાજ કાયમ વિશ્ભરમાં તેમના ચાહકોના મન, મસ્તિસ્ક માં પડઘાતો રહેશે. 'મેં હું આપકા દોસ્ત અમીન સયાની....'આ શબ્દોથી અપરિચિત અને રેડીઓની શોખીન આખી એક પેઢી નિશબ્દ બની ગઇ છે.  91 વર્ષની વયે પ્રસિદ્ધ રેડિયો એનાઉન્સરનો જીવ  હાર્ટ એટેકએ લઈ લીધો.

મનોરંજનની દુનિયામાં ફરી એકવાર શોકનું મોજું ફરી વળ્યું છે. વાત જાણે એમ છે કે, રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા પીઢ રેડિયો પ્રસ્તુતકર્તા અમીન સયાનીનું નિધન થયું છે. વિગતો મુજબ અમીન સયાનીએ 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. અમીન સયાનીના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર રઝીલ સયાનીએ કરી છે.

અમીન સયાનીના નિધનથી તેમના પુત્ર રઝીલ સયાનીને ઘેરો શોક લાગ્યો છે. એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે તેમના પિતા અમીન સયાનીના મૃત્યુની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, અમીન સાયનીને પાછલા દિવસે હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ તેમને તાત્કાલિક એચએન રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ રસ્તામાં જ અમીન સયાનીનું મોત થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News