રાજકોટના ન્યુ વિજયનગરમાં રહેતા ૬૧ વર્ષના વૃદ્ધાને મિલકત બાબતે તેના પુત્રએ પાઇપ વડે માર મારી હાથના ભાગે ત્રણ ફ્રેકચર કરી દીધા હતા. વૃદ્ધાએ તાજેતરમાં મૂળ વતનમાં બે એકર જમીન વેચી હોય જેના પૈસા આવતા કપાતર પુત્ર ભાગ લેવા આવી પહોંચ્યો હતો. જેથી માતાએ બાદમાં ભાગ આપીશું તેમ કહેતા ઉશ્કેરાઇ આ હત્પમલો કર્યેા હતો. આ અંગે વૃદ્ધાની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ન્યુ વિજયનગર સોસાયટીમાં રહેતા જયાબેન લાલજીભાઈ પરમાર(ઉ.વ ૬૧) નામના વૃદ્ધાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે પોતાના પુત્ર ધર્મેશ લાલજીભાઈ પરમારનું નામ આપ્યું છે.
વૃદ્ધાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓને મૂળ વતનમાં જમીન આવેલી હોય જે બે એકર જમીન તાજેતરમાં વેચી હતી. જેના પૈસા આવતા ફરિયાદી આ પૈસા પોતાની પાસે રાખ્યા હતા. દરમિયાન પુત્ર ધર્મેશ અહીં આવ્યો હતો અને આ પૈસામાંથી ભાગ માંગ્યો હતો. જેથી જયાબેને કહ્યું હતું કે,તને બાદમાં ભાગ આપી દઈશું. આ સાંભળી ધર્મેશ ઉશ્કેરાયો હતો અને માતા સાથે બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યો હતો. બાદમાં વધુ ઉશ્કેરાઈ જઇ લોખંડના પાઇપ વડે વૃદ્ધ માતા પર હત્પમલો કરી દીધો હતો જેમાં તેઓને હાથના ભાગે ત્રણ જેટલા ફ્રેકચર થઈ ગયા હતા અને વાસાના ભાગે પણ ઈજા પહોંચી હતી. આ મામલે વૃદ્ધાની ફરિયાદ પરથી સોરડા પોલીસે ધર્મેશ પરમાર સામે આઇપીસીની કલમ ૩૨૩,૩૨૫, ૫૦૪ અને જીપીએફ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધારી : ગેરકાયદેસર મદ્રેસા પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 13, 2025 01:15 PMરાજકોટ : મનપાએ હાથ ધરી પ્રિમોન્સુન કામગીરી
May 13, 2025 01:03 PMરાજકોટ : મનપાએ હાથ ધરી પ્રિમોન્સુન કામગીરી
May 13, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech