પરવડી સોલાર પ્લાન્ટમાંથી તસ્કરો રૂપિયા ૧.૩૫ લાખનો કેબલ ઉઠાવી ગયા

  • March 14, 2024 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં આવેલા પરવડી ગામે સોલાર પ્લાન્ટમાંથી ૨૫ હજાર મીટર કેબલ વાયરની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કોઈ અજાણ્યા શખ્સો સોલાર પ્લાન્ટમાં રખાયેલા કેબલ વાયર કિંમત રૂપિયા ૧.૩૫ લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.

આ બનાવ અંગે ગારિયાધાર પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર ગારિયાધાર પોલીસ મથક ખાતે ચંદ્રકાન્તભાઈ કેશવલાલ ડુમાણીયા (ઉ.વ.૩૭, રહે.લક્ષમધામ પાસે, વીરપુર રોડ, પાલીતાણા જી-ભાવનગર, મુળ વતન- ફુલગામ તા- વઢવાણ જી- સુરેન્દ્રનગર)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી. કે તેઓ કોસોલ એનર્જી પ્રા.લી. કંપનીમાં ઈજનેર તરીકે છેલ્લા છ વર્ષથી નોકરી કરે છે. અને હાલ ચોમલ રોડ, પરવડી ગામ, તા. ગારીયાધાર ખાતે આવેલ સોલાર કંપનીના પ્લાન્ટમાં છેલ્લા એક વર્ષથી ફરજ પર છે. ત્યારે ગત તા-૩૦/૦૯/૨૦૨૩ ના રોજ પરવડી ગામ ખાતે આવેલ સોલાર પ્લાન્ટ ઉપર આવ્યા હતા. ત્યારે કંપનીના રાહુલભાઈ જીતેશભાઈ મકવાણા જેઓ પરવડી ગામ ખાતે સોલાર પ્લાન્ટમાં એન્જીન્યર તરીકે નોકરી કરે છે. તેઓએ વાત કરેલ કે સોલાર પ્લાન્ટમાં કેબલ વાયરના પાંચ ડ્રમ આશરે પાંચ હજાર મીટરના જે અપાલ ઈન્ડસ્ટ્રી કંપનીના હતા. તે તા-૨૯/૦૯/૨૦૨૩ ના રાત્રીના ક.૨૦/૦૦ પછી કોઈ અજાણ્યા ઈસમો કંપનીના પ્લાન્ટમાં ડ્રમ રાખેલ હતા. તે વાય રના ડ્રમની ચોરી થયેલાની વાત કરેલ જેથી આ ચોરી થયેલ ડ્રમની રીતે તપાસ કરતા હતા. ત્યાર બાદ તા-૦૧/૧૦/૨૦૨૩ ના રોજ કંપનીમાં બીજા કેબલ આશરે પંદર હજાર મીટર તે જમીન ઉપર પાથરેલ હતો. તે કેબલ પણ કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયેલ હોય જેથી આ કેબલ વાયરની તપાસ કરેલ પરંતુ કોઈ ચોર મુદ્દામાલ મળેલ નહી અને આ દરમ્યાન તા-૧૬/૦૧/૨૦૨૪ તથા તા-૨૧/૦૧/૨૦૨૪ ના રોજ સોલાર ડીસ નીચે લગાડવામાં આવેલ કેબલ વાયર આશરે પાંચ હજાર મીટરની ચોરી થયેલ હોય જેથી આ સોલાર પ્લાન્ટમાં તા-૨૯/૦૯/ ૨૦૨૩ ના ક.૨૦/૦૦ થી તા-૨૧/૦૧/૨૦૨૪ ના ક.૦૬/૦૦ વાગ્યા દરમ્યાન કોઈ અજાણ્યા ઇસમોએ આશરે પચીસ હજાર મીટર કેબલ વાયર જેની આશરે કુલ કિં.રૂ.૧.૩૫,૦૦૦ ની ગણાય તે કોઈ પણ સમયે ચોરીને નાસી છૂટ્યા હતા. જે અંગે ગારિયાધાર પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News