તળાજામાં તસ્કરો ત્રાટકી રોકડ સહીતની મત્તા ઉઠાવી ગયા

  • April 08, 2024 10:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તળાજા શહેરમાં સીપીઆઈ કચેરીની સામેના વિસ્તારમાં રહેણાંકી મકાનમાં તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની તળાજા પોલીસ મથક ખાતે રજૂઆત કરવામાં આવી હતી.

આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા શહેર અને તાલુકામાં દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે. તસ્કરો દ્વારા મંદિરોને ટાર્ગેટ બનાવવામાં આવે છે. તેમજ બાઈક ચોરીના પણ અનેક બનાવો બની ચૂક્યા છે. ત્યારે તળાજા શહેરમાં આવેલ સીપીઆઈ કચેરીની સામેના વિસ્તારમાં જ તસ્કરોએ રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો રહેણાંકી મકાનમાં ત્રાટકી સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી નાસી છૂટ્યા હોવાનું મકાન માલિક દ્વારા જણાવાયું હતું. જે મામલે તળાજા પોલીસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે તળાજા નગરપાલિકાના પૂર્વ નગરસેવક અને ભાજપ અગ્રણી રમેશભાઈ ભાલીયાએ જણાવ્યું હતું કે, ગત રાત્રીના કોઈપણ સમય દરમિયાન મુન્નાભાઈ પરસોત્તમભાઈ મકવાણાના મકાનમાંથી રાત્રી દરમિયાન અજાણ્યા ઇસમોએ ગેરકાયદેસર પ્રવેશ કરી અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ બાબતે તળાજા પોલીસ મથક ખાતે અરજી આપવામાં આવેલી છે. અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ સાથે ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application