પોરબંદરના શીશલી ગામની જયા ઓડેદરાએ કે.બી.સી.માં પચ્ચીસ લાખ જીતી પોરબંદર સહિત પરિવારજનોનું નામ રોશન કર્યું છે,ત્યારે તેની આ સફળયાત્રાના અનુભવો શેર કર્યા હતા.
વિશ્ર્વ વિખ્યાત ટી.વી. શો કોન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસીને .૨૫ લાખ જીતનાર પોરબંદરના શીશલી ગામની ખેડુત પુત્રીએ પોતાની આ સક્સેસ યાત્રાની દરેક વાતો પોરબંદર વિલા સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં દિલ ખોલીને શેર કરી હતી.
પોરબંદર વિસ્તારની ખેડૂત પરિવારની કોમ્પ્યુટર એન્જિનિયર યુવતીએ પોતાના જ્ઞાનના અનુભવના આધારે કોન બનેગા કરોડપતિ જ્ઞાન વર્ધક ટી.વી. શો કે.બી.સી.માં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પ્રશ્ર્નોના ખુબ જ કોન્ફિડન્સ સાથે સાચા જવાબો આપીને .૨૫ લાખ જીતી સમગ્ર પોરબંદર વિસ્તારનું ગૌરવ વધાર્યું હતું.પોતાના જ્ઞાનના સહારે ૨૫ લાખ જેવી માતબર રકમ જીતી પોરબંદર પરત આવી પહોંચેલી જયા ઓડેદરાએ એક પત્રકાર પરિષદમાં પોતાની આ સફળ જ્ઞાન યાત્રાની વાતો શેર કરી હતી.
પોતાની સફળતા સ્વર્ગસ્થ માતાને સમર્પિત
જયા ઓડેદરા કે.બી.સી.માં ભાગ લેવા માટે તૈયારીઓ કરતી હતી ત્યારે જયાને અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર જોવા માટે તેમની માતાની ખુબ ઈચ્છા હતી, પરંતુ જયા કે.બી.સી.ના ઇન્ટરવ્યુ માટે જાય તે પહેલાં જ તેમની માતાનું બિમારી સબબ અવસાન થઇ ગયું.આથી જયાએ તેમની માતાની ઈચ્છાપુર્ણ કરવા માટે આવી વિકટ પરિસ્થિતિમાં પણ હિંમતપુર્વક તૈયારી કરીને અંતે અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસી ૨૫ લાખના પ્રશ્ર્નોના સાચા જવાબ આપીને સફળતા મેળવી એ સક્સેસ એમની સ્વર્ગસ્થ માતાને સમર્પિત કરી એમની ઈચ્છાપૂર્ણ કરી હતી.
આ જ્ઞાન યાત્રામાં સહકાર આપનારનો આભાર
આ ટી.વી. શોમાં જવા માટે અનુમતિ આપીને સતત પ્રોત્સાહન આપનાર માતા-પિતા અને પરિવારનો આભાર માન્યો હતો આ ઉપરાંત આ ટી.વી. શોના ઇનરવ્યું સમયથી લઈને એપિસોડના લાઈવ પ્રસારણ સુધી સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે લાખણશીભાઈ ગોરાણિયાનો ખાસ આભાર માન્યો હતો.આ એપિસોડ સમગ્ર પોરબંદર એક જગ્યાએ સાથે મળીને જુએ તે માટે સુદામાચોકમાં એલ.ઈ.ડી. પર લાઈવ પ્રસારણની સુંદર વ્યવસ્થા કરનાર લાખણશીભાઈ ગોરાણિયા તથા નવરંગ અને જે.સી.આઈ.ની ટીમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.હોટ સીટ પર એક સવાલના સાચા જવાબ માટે લાઈફ લાઇન તરીકે મદદરૂપ થનાર ધર્મેશભાઈ વસાણીનો પણ હૃદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ ઉપરાંત યોગ્ય માર્ગદર્શન માટે જનકભાઈ ઓડેદરાનો પણ આભાર માન્યો હતો.આમ જયા ઓડેદરાએ એમની આ સફળ જ્ઞાન યાત્રામાં મદદપ થનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech