મણિપુરમાં સ્થિતિ ફરી વણસી ઈન્ટરનેટ સેવા ૧૧મી સુધી બંધ

  • October 07, 2023 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મણિપુર છેલ્લા છ મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. જો કે આ બધાની વચ્ચે થોડો સમય વાતાવરણ થોડું શાંત થઈ ગયું હતું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં સ્થિતિ ફરી વણસી છે. બે વિધાર્થીઓની હત્યા કરવામાં આવી ત્યારે જ્ઞાતિ સમુદાય વિદ્ધ હિંસાની આગ હજુ પણ સળગી રહી હતી. આ પછી મણિપુરમાં સ્થિતિ ફરી કાબૂ બહાર થઈ ગઈ આવી ઘટનાને જોતા રાયમાં ઈન્ટરનેટ સેવા પર ૫ દિવસ માટે પ્રતિબધં મુકવામાં આવ્યો છે. રાયમાં ૧૧ ઓકટોબર સુધી ઈન્ટરનેટ સેવા બધં કરી દેવામાં આવી છે. અહીં રાય સરકારે આદેશ જાહેર કરીને આ માહિતી આપી છે.
ત્યારે ૧૧ ઓકટોબરે સાંજે ૭.૪૫ વાગ્યા સુધી ઈન્ટરનેટ પર પ્રતિબધં લગાવી દેવામાં આવ્યો છે. મણિપુર છેલ્લા છ મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. જો કે આ બધાની વચ્ચે થોડો સમય વાતાવરણ થોડું શાંત થઈ ગયું હતું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં સ્થિતિ ફરી વણસી છે.


થોડા સમય અગાઉ બે વિધાર્થીઓની હત્યા કરવામાં આવી ત્યારે જ્ઞાતિ સમુદાય વિદ્ધ હિંસાની આગ હજુ પણ સળગી રહી હતી. આ પછી મણિપુરમાં સ્થિતિ ફરી કાબૂ બહાર થઈ ગઈ. ખરેખર, પહેલા બંને ગુમ થયા અને પછી તેમના મૃતદેહ મળી આવ્યા. ત્યારથી અહીં સ્થિતિ વણસી ગઈ છે. મણિપુરમાં ૩ મેના રોજ ફાટી નીકળેલી હિંસાથી અત્યાર સુધીમાં ૧૮૦થી વધુ લોકોના મોત થયા છે યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. ૨૦ વર્ષના ફિઝામ હેમનજીત અને ૧૭ વર્ષના હિઝામ લિન્થોઈંગમ્બીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ બંને ૬ જુલાઈના રોજ ગુમ થયા હતા. ૨૫ સપ્ટેમ્બરે તેમના મૃતદેહોની તસવીર સામે આવી હતી. આ પછી મણિપુરમાં ભારે હિંસક પ્રદર્શનો થયા. ત્યારથી અહીં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. આ કેસમાં કેટલાક લોકોની ધરપકડ કરાઈ છે.

છેલ્લા ૬ મહિનાથી હિંસા ચાલુ

૩ મેના રોજ, મણિપુરમાં એસટીનો દરો આપવાની મેઇતેઇ સમુદાયની માંગના વિરોધમાં જાતિ હિંસા ફાટી નીકળી હતી. હિંસાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૧૮૦થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે મણિપુરની વસ્તીમાં મેઇતેઈ સમુદાયની વસ્તી લગભગ ૫૩ ટકા છે. મેઇતેઈ સમુદાયના લોકો મોટાભાગે ઈમ્ફાલ ખીણમાં રહે છે. તે જ સમયે, નાગા અને કુકી આદિવાસીઓની વસ્તી લગભગ ૪૦ ટકા છે અને તેઓ મોટે ભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application